- 70 દેશોના ડેલિગેટ્સની હાજરીમાં AHCI કાર્યક્રમ યોજાયો
- એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા- 2023 (AHCI)નું સમાપન
- પ્રશિક્ષિત વિદ્યાર્થીઓના ટેલેન્ટ પૂલ બનાવી સંસોધન સંસ્થા બનાવવા મદદ કરાશે
ભારતની મેડિકલ વેલ્યૂ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી 3 વર્ષમાં 13 બિલિયન ડોલરે પહોંચશે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. જેમાં મનસુખ માંડવિયાએ ઈન્ડિયા મેડટેક એક્સ્પોની મુલાકાત લીધી છે. જેમાં 70 દેશોના ડેલિગેટ્સની હાજરીમાં AHCIનું સમાપન થયુ છે. ત્રણ દિવસ દરમિયાન પાંચ હજારથી વધુ બીટુબી બેઠકો યોજાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ વરસાદી માહોલ જામશે, જાણો કયા ખાબકશે મેઘો
એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા- 2023 (AHCI)નું સમાપન
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજીત ત્રણ દિવસિય એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા- 2023 (AHCI)નું શનિવારે ગાંધીનગર ખાતે સમાપન થયુ હતુ. 70થી વધુ દેશોના રાજદૂતો, મિશનના વડાઓ અને પ્રતિનિધીઓની હાજરીમાં ત્રણ દિવસ દરમિયાન પાંચ હજારથી વધુ બીટુબી બેઠકો યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આગામી 3 વર્ષમાં અર્થાંત વર્ષ 2026 સુધીમાં ભારતની મેડિકલ વેલ્યુ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી 13 બિલિયન ડોલરે પહોંચશે એમ જણાવ્યુ હતુ.
પ્રશિક્ષિત વિદ્યાર્થીઓના ટેલેન્ટ પૂલ બનાવી સંસોધન સંસ્થા બનાવવા મદદ કરાશે
AHCIની સાથે ગાંધીનગરમાં ચાલી રહેલીG20 દેશોના મંત્રીઓ અને પ્રતિનિધીઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સ્પો, ઈન્ડિયા મેડટેક એક્સ્પો- 2023ની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત વેળાએ ડો.પૌલે ભારત સરકારે જાહેર કરેલી રૂ.700 કરોડની ફાર્મા મેડટેક ક્ષેત્રમાં સંસોધન અને આવિષ્કારને પ્રોત્સાહન માટેની યોજના અંગે કહ્યુ કે, આ યોજનાથી રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ- NIPERને સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપના કરી લાયકાત ધરાવતા અને પ્રશિક્ષિત વિદ્યાર્થીઓના ટેલેન્ટ પૂલ બનાવી સંસોધન સંસ્થા બનાવવા મદદ કરાશે. જે વ્યપારી રીતે સધ્ધર ઉત્પાદનોને લોન્ચ કરવા મદદરૂપ થશે.