ગાંધીનગર : સરગાસણ ચોકડી થી રોંગ સાઈડ અમદાવાદ તરફ આવનાર વાહનચાલકો પર તવાઈ


ગાંધીનગર સરગાસણ ચોકડીથી અમદાવાદ તરફ રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને લીધે ટ્રાફિક સહિત અકસ્માતની ઘટનાઓ અનેક વાર બનતી હતી. વાહનચાલકો પોતાના સમય બચાવવા શૉર્ટકર્ટ અપનાવવામાં રોંગ સાઈડ વાહન હંકારી પોતે અથવા તો બીજાને અકસ્માતનો અને ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનાવે છે. જેના લીધે પિક અવર્સમાં ટ્રાફિકના લીધે લાંબી કતારો થવા લાગે છે.
આ પણ વાંચો : ગુજરાત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની મુશ્કેલીઓ વધી
સરગાસણ ચોકડી પર સવારે અને સાંજે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને લીધે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના નાના મોટા અનેક બનાવો બન્યા ત્યારે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ એક હોમ ગાર્ડને ત્યા પોઈન્ટ આપવામાં આવ્યો છે જે હાલ રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને સમજાવીને પાછા મોકલવામાં આવે છે. જો ભવિષ્યમાં વાહનચાલકો માનશે નહિ તો દંડ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં બિનવારસી વાહનો માટે પોલીસે લીધો મોટો નિર્ણય
ઉલીખનીય છે કે ગાંધીનગર-સરખેજ હાઇવે પર મોટા બ્રિજ બન્યા બાદ ચોકડી પર રોંગ સાઈડ આવનાર વાહન ચાલકોની સંખ્યામાં વધારો થયો છે જેના લીધે અવારનવાર અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા પિક અવર્સમાં વધુ થતી હોય છે.