ગાંધીનગર : G-20 બેઠક અંતર્ગત B-20 બેઠકનો આજે અંતિમ દિવસ


G-20 ની અધ્યક્ષતા જ્યારથી દેશને મળી છે ત્યારથી જ આખા વિશ્વમાં ભારતના ગુણ ગવાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ હાલ ચાલી રહેલી G-20 બેઠક અંતર્ગત B-20 બેઠક નો આજે છેલ્લો દિવસ છે. આ બેઠકમાં દેશ-વિદેશના વિવિધ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે ત્યારે ગુજરાતે પણ તેમની યજમાની કરવામાં કોઈ કસર રાખી નથી.
આ પણ વાંચો : G20માં સહભાગી બનવા આપના સૂચનો અહી મોકલી શકો છો
B-20 બેઠકમાં આવેલા પ્રતિનિધિઓને ગુજરાતની સંકૃતિથી લઈને અલગ-અલગ ગુજરાતની વિશિષ્ટતાઓ નો પણ પરિચય કરવામાં આવ્યો છે. ગુજરાતના અગ્રસચિવ થી લઈને તમામ અધિકારીઓ દ્વારા આ બેઠકમાં આવેલા પ્રતિનિધિઓનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે અને ગુજરાતના આ અવસર ને યાદગાર બનાવવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો : 26મી જાન્યુઆરીની પરેડમાં આ વખતે બનશે ખાસ રેકોર્ડ, જાણો- કેવી છે તૈયારીઓ
આજે બેઠકનો અંતિમ દિવસ છે ત્યારે B-20 બેઠકમાં આવેલા પ્રતિનિધિઓ માટે સવારે ગાંધીનગર પુનિત વનમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીનગરની હરિયાળી ભૂમિ પર આ પ્રતિનિધિઓએ યોગ કર્યા હતા. આજે અંતિમ દિવસ છે ત્યારે આ પ્રતિનિધિઓ વિશ્વમાં પ્રખ્યાત એવી પૌરાણિક અડાલજની વાવની પણ મુકલત લેશે અને પોતાની સાથે ગુજરાતના આ અનુભવને તેમના દેશમાં પણ રજૂ કરશે.