ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર: ક્રિકેટ સટ્ટા રેકેટમાં સનસનીખેજ ખુલાસા થયા

Text To Speech
  • કોર્ટે આરોપીઓના 28 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
  • પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી
  • સમગ્ર પ્રકરણે પોલીસે 17 શખસોની ધરપકડ કરી

ગાંધીનગરના રાંદેસણમાંથી પકડાયેલ ઇન્ટરનેશનલ સટ્ટાકાંડમાં કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં કોર્ટે આરોપીઓના 28 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરતા હવે નવા ખુલાસા સામે આવશે. તથા પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. તેમજ રાંદેસણ ક્રિકેટ સટ્ટા રેકેટમાં હવાલા મારફત દુબઈ પૈસા મોકલાતા હતા.

આ પણ વાંચો: ગુજરાત: નજીકના દિવસોમાં IPS અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપાશે

ક્રિકેટ સટ્ટા રેકેટના તાર દુબઇ સુધી પ્રસરેલા

રાંદેસણમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટા રેકેટમાં એકપછી એક સનસનીખેજ ખુલાસા થઇ રહ્યા છે. આ ક્રિકેટ સટ્ટા રેકેટના તાર દુબઇ સુધી પ્રસરેલા હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ હવે હવાલા રેકેટનો પણ પર્દાફાશ થયો છે. સટોડિયાઓ દ્વારા જે પૈસા એકાઉન્ટમાં જમા થતા હતા તે હવાલા મારફત દુબઇમાં બેઠેલા ક્રિકેટ સટ્ટા રેકેટના માસ્ટરમાઇન્ડ આકાઓ સુધી પહોંચાડવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

આ પણ વાંચો: ભરૂચ: પુત્રએ પિતાની હત્યા કરવા માટે શૂટરોને બોલાવ્યા

સમગ્ર પ્રકરણે પોલીસે 17 શખસોની ધરપકડ કરી

જોકે, અત્યાર સુધીમાં કેટલી રકમ હવાલા મારફત પહોંચાડાઇ છે તે બહાર આવ્યુ નથી. પરંતુ શખસોની પુછપરછમાં 11 ફ્રોડ કંપનીઓ બનાવવામાં આવી હોવાનું અને આ કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ઓપન કરાવીને પૈસાની લેવડદેવડ થઇ હોવાનું ખુલ્યુ છે. સમગ્ર પ્રકરણે પોલીસે 17 શખસોની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ શખસો ફરાર છે. પોલીસે ઝડપાયેલા શખસોની વધુ પુછપરછ માટે કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી શાળાના પ્રવેશોત્સવના નામે કરોડોનો ધુમાડો પણ ભણાવનાર જ નથી!

રેકેટમાં પણ મહાદેવ બુકનું નામ ઉછળ્યુ

આ સટ્ટા રેકેટ મહાદેવ બુક અને ફયર પ્લે બુકના નામથી ચલાવવામાં આવતુ હતું. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જે 1414 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો તે રેકેટમાં પણ મહાદેવ બુકનું નામ ઉછળ્યુ હતું. આ શખસો દુબઇથી ક્રિકેટ સટ્ટા રેકેટ ઓપરેટ કરી રહ્યા છે.

Back to top button