ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગર : નર્મદા કેનાલમાં ડૂબેલા વ્યક્તિને શોધવા હવે રોબોટની મદદ લેવાશે

Text To Speech
  • ગાંધીનગર ફાયર બ્રિગેડને વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં બચાવ કોલ મળે છે
  • એઆઈ આધારિત રોબોટ ખરીદી માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
  • આ રોબોટ પાણીમાં ઉંડે સુધી જઇને મૃતદેહ કઇ જગ્યાએ છે તેનું ચોક્કસ લોકેશન શોધી આપશે

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આત્મહત્યા કે ડૂબવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આવા વ્યક્તિઓને શોધવા માટે ફાયર બ્રિગેડને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે રોબોટ મારફતે તેમને શોધવા માટેનું આયોજન કરવામાં આવશે. હાલ મહાનગરપાલિકા દ્વારા એઆઈ આધારિત રોબોટ ખરીદી માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ગાંધીનગર ફાયર બ્રિગેડને વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં બચાવ કોલ મળે છે

ગાંધીનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારો તેમજ ગાંધીનગર શહેરમાંથી નર્મદાની મુખ્ય કેનાલ વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે. જેમાં અવારનવાર વ્યક્તિઓ ડૂબવાના બનાવ બને છે. આ ઉપરાંત સંત સરોવર અને સાબરમતી નદીમાં પણ ગણેશ વિસર્જન વખતે અને એ સિવાયના દિવસોમાં પાણીમાં ડૂબવાના બનાવ બનતા હોય છે. આ પ્રકારે ગાંધીનગર ફાયર બ્રિગેડને વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં બચાવ કોલ મળે છે.

એઆઇ ટેક્નોલોજી રોબોટ અન્ડર વોટર આરઓવીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા કેનાલમાં અને નદી- તળાવમાં ડુબકી લગાવીને ડૂબનાર કે મૃતદેહની શોધખોળ કરવામાં આવે છે. ઘણી વખત તો બે દિવસ સુધી પાણીમાં શોધખોળ ચાલતી હોય છે. આથી આ કામગીરી ટેક્નોલોજીની મદદથી વધુ સારી રીતે અને વધુ ઝડપથી થઇ શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા એઆઇ ટેક્નોલોજી રોબોટ અન્ડર વોટર આરઓવીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોબોટ ફાયર બ્રિગેડને અપાશે જેથી આ પ્રકારના કોલ હશે તે વખતે આ રોબોટ પાણીમાં ઉંડે સુધી જઇને મૃતદેહ કઇ જગ્યાએ છે તેનું ચોક્કસ લોકેશન શોધી આપશે. જેથી ફાયર બ્રિગેડની કામગીરી ઘણી સરળ થઇ જશે.

આ પણ વાંચો: World Hearing Day: બહેરાશના કેસમાં વધારો, આ વર્ષે 1900 જેટલા લોકોનું સોલા સિવિલમાં નિદાન થયું

Back to top button