ટોપ ન્યૂઝ
ગાંધીનગર : પીએસઆઈની પરીક્ષા પાસ કરનાર 384 પોલીસકર્મીઓને હંગામી પ્રમોશન


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પીએસઆઈ મોડ 3 ની પરીક્ષા પાસ કરનારા 384 પોલીસકર્મીઓને હંગામી ધોરણે પીએસઆઈની બઢતી આપતો ઓર્ડર જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેઓને આપવામાં આવતી બઢતીના ઓર્ડર વહિવટી કારણોસર ઘોંચમાં હતા. ત્યારે આજે આ તમામ બાધાઓ દૂર થતાં હુકમ બહાર પાડવામાં આવ્યા છે.
છ મહિનાનો ટ્રેનીંગ પીરીયડ હાલ પૂરતો મોકૂફ
ઉલ્લેખનીય છે કે, પ્રમોશન મળ્યા બાદ પોલીસકર્મીઓને છ મહિનાનો ટ્રેનીંગ પીરીયડ હોય છે પરંતુ આ ઓર્ડર હાલ હંગામી હોય તેમજ આવનારા દિવસોમાં ચૂંટણીઓ નજીક હોય જેને કારણે તેઓને ટ્રેનીંગ પીરીયડ આપવો હાલ શક્ય ન હોવાથી હંગામી બઢતીનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે અને ટ્રેનીંગ ન આપવાની બાબતને વહીવટી કારણ દર્શાવવામાં આવ્યું છે.
આ રહ્યું બઢતી પામનાર પોલીસકર્મીઓનું લીસ્ટ