ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગર : વ્યાયામ શિક્ષકોની સચિવાલય બહાર ઉગ્ર રજૂઆત, અનેકની અટકાયત કરાઇ

Text To Speech
  • પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચી હતી
  • 16માં દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે
  • કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માગ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર 16માં દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે. વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ અંગકસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે વ્યાયામ શિક્ષકોની ગાંધીનગરમાં સચિવાલય જઈ ઉગ્ર રજૂઆત કરી હતી.

પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચી હતી

આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય શિક્ષકોને ટિંગાટોળી કરી પોલીસ વાનમાં લઈ જવાયા હતા. ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી 500થી વધુ વ્યાયામ વીરો 11 મહિનાના કરાર આધારીત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોની ગાંધીનગરમાં સચિવાલય જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય શિક્ષકોને ટિંગાટોળી કરી પોલીસ વાનમાં લઈ જવાયા હતી

કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ(SAT)ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 5,000 જેટલી ખાલી જગ્યાઓમાં બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન(BPE), BPED, MPED-MPEનો અભ્યાસ પૂર્ણ કરેલા લાયક ઠરતાં 1,700 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા. 1465 ખેલ સહાયકોને રિન્યુ કર્યા હતા. જ્યારે 3100થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે

Back to top button