સરકાર દ્વારા પેન્શન યોજના અંગે નિર્ણય લેવામાં આવ્યા બાદ સરકારી કર્મચારીઓમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં જૂના સચિવાલય સહિત વિધાનસભા ભવનની બહાર ફરી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક આગેવાનોએ સરકારની વાત માની લીધી જ્યારે હજી પણ મોટો વર્ગ જૂની પેન્શન સ્કીમની જ રજુઆત કરી રહ્યો છે. જેમને હાલ સરકારે આપેલી બાહેંધરી પર વિશ્વાસ નથી.
પેન્શનની પળોજણ, 'વિરોધ'ની દિવાળી !
ગાંધીનગર : સરકારી કર્મચારી મહામંડળ- મોરચાના આગેવાનોએપડતર માંગણી ઉકેલવાની ઐતિહાસિક જાહેરાત કરી તેના 'વધામણા' આ રીતે થઈ રહ્યા છે#pensionscheme #GujaratPensionScheme #OldPensionScheme #pensionpolicy #Gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/SxcQIsGuaI— Hum Dekhenge News (@humdekhengenews) September 16, 2022
શું છે સમગ્ર વિવાદ ?
વાસ્તવમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયક્ત મોરચાની વિવિધ માંગણીઓ સાથે શરૂ થયેલા આંદોલનનો આજે અંત આવ્યો કે કેમ તે એક મુદ્દો છે. અધિકારીક રીતે આંદોલન પુર્ણ થયાની જાહેરાત કરી દેવાય છે. જો કે બીજી તરફ 2005 પછી નોકરી પર લાગેલા કર્મચારીઓનો મુદ્દો લટકી ગયો છે. કર્મચારી મહામંડળ દ્વારા 15 જેટલી માંગણીઓ ઉકેલવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જુની પેન્શન સ્કીમ શરૂ કરવા મુદ્દાને ઢાલ બનાવીને કર્મચારી મહામંડળ અને રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનો દ્વારા આંદોલન કરી રહ્યા છે. સરકાર આ મુદ્દે કોઇ સ્પષ્ટતા નથી કરી અને તેને વિચારાધીન રાખ્યો છે.
આ પણ વાંચો : રાજ્યના 9 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કેવી રીતે થશે પેન્શન સ્કીમનો લાભ ?
સોમવારે ફરજ પર હાજર હશે તેમને જ લાભ
જો કે સરકારે આંદોલન કરી રહેલા કર્મચારીઓને ચિમકી આપી છે કે, જે લોકો સોમવારે પોતાની ફરજ પર હાજર હશે તે વ્યક્તિને જ આનો લાભ મળશે. જે ગેરહાજર હશે તેને આંદોલન બાદ વાટાઘાટોમાં જે નિર્ણય આવે તે માનવાનો રહેશે. જેના કારણે હવે સરકાર દ્વારા આ ચિમકી આપવામાં આવી હતી. જો કે રાજ્ય મંત્રી જીતુવાઘાણીએ સરકારની જૂની પેન્શન યોજનાના આંશિક અમલને મંજુરી આપી હતી. સાતમા પગારપંચના બાકી ભથ્થા પણ ચુકવીશું તેવી બાંહેધરી આફી હતી. જો કે આ યોજના તેઓને જ લાગુ પડશે જેઓ 1-4-2005 પહેલા નોકરીએ લાગ્યા હશે. આ લોકોને જ જૂની પેન્શન યોજના અને ભારત સરકારના 2009 નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારી લીધો છે.
આ પણ વાંચો : જૂની પેન્શન યોજના લાગુ કરવા રાજ્ય સરકાર સહમત, પણ શરતો લાગુ