

રાજ્યમાં જે પ્રમાણે આંદોલનો ચાલી રહ્યા છે તેના પર સરકારે આખરે એકશન મોડ પર આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રીઓની કમિટી બનાવી હતી જેમાં જે તે વિભાગના મંત્રી કનુભાઇ, મારો વિભાગ, બ્રિજેશભાઇ સહિત તમામ સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. તમામ કર્મચારીઓની માંગણીઓ મુદ્દે સરકાર પહેલાથી જ પ્રયાસરત્ત હતી. મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દે ઇનિશિએટિવ લઇને કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગાંધીનગર : પેન્શનની પળોજણ, ‘વિરોધ’ની દિવાળી !
આંદોલનને લઈને સરકાર કમિટીનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વઘાણીએ જણાવ્યું કે, કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારવામાં આવી છે. જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. 7મા પગારપંચના બાકીના ભથાનો લાભ મળશે. અનેક રાજ્યમાં સાતમ પગાર પંચનો અમલ નથી થયો સોમવારથી આંદોલનકારીઓ કામ પર લાગશે. કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવામાં આવશે. સરકાર સંવાદમાં માને છે. સરકાર ખુલ્લા મને કરી રહી છે વાતચીત. સંવાદથી જ બધી સમસ્યાનું સમાધાન થાય છે. 2009 ના આ ઠરાવને રાજ્ય સરકાર પણ હવે સ્વીકારશે. બીજો 1-4-2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને સીપીએફમાં 10 ના બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત સરકાર તરફથી પ્રવક્તાએ જણાવ્યું કે, 25-30 વર્ષથી ન ઉકેલાયા હોય તેવા અનેક પ્રશ્નો ઉકેલાયા નહોતા અને કેટલાક કિસ્સામાં સરકારે ઇનિશિએટિવ લઇને ઉકેલ્યા છે. અમારો ગુજરાત સરકારનો પરિવાર ને તમામ લોકોને ફાયદો થશે. 7માં પગાર પંચના તમામ લાભ કર્મચારીઓને આપવામાં આવશે. બાકીના ભથ્થા કેન્દ્રના ધોરણે લાભ આપવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : પાટનગર આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના ગાંધીનગરમાં પડઘા