ગાંધીનગર : વિદ્યાર્થીઓ અને વાંચનપ્રેમી જનતા માટે નવી મોબાઈલ લાઇબ્રેરી
ગાંધીનગરની અન્ય એક ઓળખ એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું મુખ્ય કેન્દ્ર. દર વર્ષે ગાંધીનગરમાં ગુજરાતના ખૂણે-ખૂણાથી હજારો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની તૈયારી કરવા માટે ગાંધીનગર આવતા હોય છે. ગાંધીનગરમાં એમ તો ઘણી બધી લાઈબ્રેરી છે પણ આજે એક અનોખી લાઈબ્રેરી વિદ્યાર્થી અને ગાંધીનગરની વાંચનપ્રિય જનતા માટે ખુલ્લી મુકવામાં આવી છે.
આ પણ વાંચો : ચાઇનીઝ દોરીના વેચાણ અંગે વસ્ત્રાપુર પોલીસનો સબ સલામતનો દાવો
આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક ખાસ પ્રકારની વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ નવી મોબાઈલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે કરવામાં આવ્યું. આ લાઈબ્રેરીની વિશિષ્ટતા એ છે કે આ મોબાઈલ લાઈબ્રેરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : L D કોલેજના 75માં વર્ષ નિમિત્તે ‘ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન’ ઉજવાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્ઘાટન
ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે આજે મેયરની ઉપસ્થિતિમાં અન્ય હોદ્દેદારો જેમકે ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, મહાનગર પાલિકાના કમિશ્નર સંદીપ સાંગલે સહીત અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મેયર હિતેશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું.