ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં પતંગની દોરીના ગૂંચળાઓના મળશે રૂ.200

Text To Speech

ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યુ છે. ત્યારે પતંગ અને દોરીના ભાવ બજારમાં ગયા વર્ષની સરખામણીએ 35 ટકા જેવા તોંતીગ વધ્યા છે. આ વર્ષે પતંગ રસીયાઓને મકરસંક્રાતિ મોંધી પડશે. પતંગરસિયાઓને ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષે પતંગ અને દોરી માટે વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ અને પતંગની દોરીની કિંમતમાં મસમોટો ઉછાળો આવતા તહેવાર મોંધો બનશે.

આ પણ વાંચો: રાજ્યના મહાનગરોની ફાઇનલ ટી.પી માટે મુખ્યમંત્રીએ આપ્યો આદેશ

એક કિલોએ રૂપિયા 200નો ભાવ આપશે

ત્યારે ગાંધીનગરના મનપા પતંગની દોરીના ગૂંચળાઓ ખરીદશે. તેમાં એક કિલોએ રૂપિયા 200નો ભાવ આપશે. જેમાં 13થી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને એક અનોખો નિર્ણય લીધો છે. ગાંધીનગર મહાનગરના મેયર દ્વારા પતંગની દોરીના ગૂંચળાઓ ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં કુતુહલ સર્જાયું છે.

આ પણ વાંચો: ગુજરાતના નવા ચૂંટાયેલા MLAની “ક્લાસ” લેવામાં આવશે

દોરીના ગૂંચળાઓને ગાંધીનગર મહાનગરપાલિકા ખરીદશે

ઉત્તરાયણના તહેવારને લઈને પત્તંગ ઉડાડવા માટે વપરાતી દોરીના ગૂંચળાઓને ગાંધીનગર મહાનગરપાલિકા ખરીદશે તેવી જાહેરાત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર મેયરે જણાવ્યું હતું કે, મેયર કાર્યાલય ખાતે પતંગના દોરીના ગુંચળાઓને ખરીદવામાં આવશે જેના પ્રતિ કિલોએ રૂપિયા 200 ચુકવવામાં આવશે. તારીખ 13થી 20 જાન્યુઆરી સુધીમાં પતંગની દોરીના ગુંચળાઓને મેયર કાર્યાલય ખાતે જમા કરાવીને વળતર મેળવી શકાશે.

Back to top button