અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

ગાંધીનગરઃ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખૂલ્લું મૂકાયું

Text To Speech
  • ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧. પ૦ કરોડના ખર્ચે નવીનીકરણ

ગાંધીનગર, 28 ફેબ્રુઆરી, 2024: ગાંધીનગર ખાતે સેક્ટર ૧૨ માં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧,૪૯,૩૧,૯૪૭ ના ખર્ચે નવીનીકરણ કરવામા આવ્યું છે. આ ભવન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનો માટે ખુલ્લું મુક્યું હતું.

આંબેડકર ભવન, ભાનુબેન - HDNews
આંબેડકર ભવન, ભાનુબેન – ફોટોઃ માહિતી ખાતું

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન જિલ્લાની સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બને અને સમાજના નબળા વર્ગના માણસો માટે તેમના  સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બને તે હેતુથી જિલ્લા કક્ષાએ ડૉ. આંબેડકર ભવન બાંધવાની યોજના અમલમાં મુકાઈ હતી. હાલમાં કુલ- ૨૫ જિલ્‍લાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર ભવનોના બાંધકામ કરવામાં આવ્યા છે.

આંબેડકર ભવન, ભાનુબેન - HDNews
આંબેડકર ભવન, ભાનુબેન – ફોટોઃ માહિતી ખાતું

આ ભવનનું કુલ-૩૦૦૦ ચો.મી જમીનમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૨૮૪ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો વાતાનુકુલીન ઓડીટોરીયમ હોલ, ૨૫ વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો સમિતિખંડ, લાયબ્રેરી, સમિતિખંડ મુલાકાતી ખંડ મ્યુઝિયમ રૂમ, ગ્રીનરૂમ, તેમજ કાર્યાલય તેમજ આગળના ભાગમાં બગીચો બનાવવામાં આવ્યો છે.

આંબેડકર ભવન, ભાનુબેન - HDNews
આંબેડકર ભવન, ભાનુબેન – ફોટોઃ માહિતી ખાતું

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગપાલિકાના મેયર હિતેશભાઇ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ તેમજ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ ભાવનગર શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો

Back to top button