ગાંધીનગર : પ્રમુખ હોરીઝોન-1 માં બાળકો અને વડીલોએ સાથેમળીને જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરી
કૃષ્ણ જન્મની ઉજવણીમાં નાના મોટા સૌ કોઈને આનંદ આવે છે. જન્માષ્ટમીના પર્વ પર તેવી જ ઉજવણી ગાંધીનગરના સરગાસણમાં આવેલા પ્રમુખ હોરીઝોન-1માં રંગેચંગે થઈ હતી. જેમાં સોસયટીના સભ્યો દ્વારા ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો. ભગવાન કૃષ્ણની ભક્તિમાં નાના મોટા સૌ કોઈ જોડાયા હતા અને મધ્યરાત્રિના 12 વાગ્યે કૃષ્ણ જન્મની મટકી ફોડીને ઉજવણી કરી હતી.
પ્રમુખ હોરીઝોન-1ના બાળકોએ પણ કૃષ્ણ જન્મોત્સવમાં ઉમંગભેર ભાગ લીધો હતો અને સાથે જ કૃષ્ણ જન્મનો મહિમા બાળકોએ સમજવાની કોશિશ કરી હતી. સાથે જ બાળકોએ કૃષ્ણના ગીતો ડાન્સ કરી કૃષ્ણના વધામણાં લીધા હતા. તેમજ કાર્યક્રમમાં સોસાયટીના તમામ પરિવારજનોએ એકજૂથ થઈ માટે કૃષ્ણજન્મના ઉત્સવની ઉજવણીને માણ્યો હતો. જેમાં સોસાયટીના 200 થી વધુ લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સાથે જ સોસયટીના કેમ્પસને પણ કૃષ્ણમય બનાવવામાં આવ્યું હતું. જાણે કૃષ્ણનું આગમન જ થવાનું હોય તેવી રીતે જન્માષ્ટમીની ઉજવણી પ્રમુખ હોરીઝોન-1 ના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્ય સોસાયટીના જ બાળકો દ્વારા મટકી ફોડી સૌ કોઈએ તહેવારને યાદગાર બનાવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ : મલબેરી હાઈટ્સમાં જન્માષ્ટમીના તહેવારની ભવ્ય ઉજવણી