ગાંધીનગર : CMની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના Google સાથે MoU, જાણો કોને થશે ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયાનો આપેલો મંત્ર દેશમાં સાકાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે. ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના MOU ગાંધીનગરમાં સંપન્ન કરવામા આવ્યા હતા. આ MOU મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવા આવ્યા હતા.
ગુજરાત સરકારના Google સાથે MoU
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાયન્સ આ એમ.ઓ.યુ. પર ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે ગુજરાત સાથે ગૂગલનું નામ જોડાય અને દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવે તે માટે ગુગલને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
ગામડાંઓની મહિલાઓ અને બાળકોને થશે લાભ
આ એમ.ઓ.યુ. અંતર્ગત ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને લાભ મળશે. તેમજ ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટ ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે.આવી જ રીતે દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આવી તાલીમ આપવામા આવે છે. ત્યારે ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લીટરસી વધારવા માટે તેમજ બાળકો-વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ-સ્કીલિંગને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રો પણ યોજાશે.
આઈ.સી.ટી. સેક્ટરને વધુ સક્ષમ બનાવાશે
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે ગૂગલ સાથે આ અગાઉ કરેલા MoU અન્વયે ત્રણ પહેલ બી ઈન્ટરનેટ અવેસમ , વીમેન વીલ અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રોમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમોનો 10 હજારથી વધુ મહિલાઓ, શાળાના બાળકો, યુવા ડેવલપર્સે લાભ મેળવ્યો છે.જેથી એમ.ઓ.યુ.ને વ્યાપક પ્રતિસાદ મળતા હવે આઈ.સી.ટી. સેક્ટરને વધુ સક્ષમ બનાવવા માટે આ સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ. સંપન્ન કરવામાં આવ્યા છે.
ગૂગલના વાઈસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ આપી માહીતી
આ પ્રસંગે ગૂગલના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ ગુજરાતે આઈ.ટી. ક્ષેત્રે કરેલા સર્વગ્રાહી વિકાસ અને ખાસ કરીને સાયન્સ સિટીની ગતિવિધિઓની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે ગુજરાત યુવા ઉદ્યોગસાહસિકો માટે કેન્દ્રબિંદુ છે, ત્યારે ગુજરાત સાથેની આ સહભાગીતાથી ગૂગલ વિશ્વ સર કરવા ઉત્સુક છે. તેમજ તેમણે સંજય ગુપ્તાએ બાળકો અને મહિલાઓને ઉજ્જવળ ભવિષ્યના પાયા ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે ગુજરાતમાં છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલા આઈ.ટી. નેટવર્કનો બહોળો લાભ આ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી દિશા-નવું બળ આપશે.
આ પણ વાંચો : બિહારના CMને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો