ગુજરાત

બોકરવાડામાં પરિવારની મુલાકાતે ગયેલા ગાંધીનગરના પરિવારને મહેસાણા નજીક અકસ્માત નડ્યો, 2 વૃદ્ધાના મોત

Text To Speech

મહેસાણાઃ જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે બપોરે મહેસાણા નંદાસણ હાઇવે પર ગાંધીનગર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ગાડીમાં સવાર બે વૃધ્ધાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

મહેસાણા નંદાસણ હાઇવે પર આવેલા મંડાલી પાટિયા પાસે આજે બપોરના સમયે ગાંધીનગર જઇ રહેલી ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ખોઈ બેસતા ગાડી હાઇવે પર ફગોળાઈ હતી. જ્યાં ગાડી ઝાડ સાથે ટકરાયા બાદ રોગ સાઈડમાં ફગોળાઈને બીજા ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં ગાડીમાં સવાર બે વૃદ્ધ મહિલાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, મૂળ બોકરડાં ગામનો પરિવાર ગાંધીનગર રહે છે અને આજે રવિવાર હોવાથી ગામમાં રહેતા પરિવારને મળવા આવ્યા હતા. જ્યાં બપોરે ગાંધીનગર જતા સમયે મંડાલી પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. જ્યાં ગાડીમાં સવાર પટેલ અલકાબેન અરવિંદભાઈ ઉંમર 52 અને પટેલ કંકુબેન બબલદાસ ઉંમર 77, આમ બે વૃદ્ધ મહિલા અકસ્માતમાં મોતને ભેટી હતી. જ્યાં ગાડીમાં સવાર બે પુરુષને ઇજાઓ થતા મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને લાઘણજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Back to top button