ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂ.7.85 લાખ ટ્રાન્સફર કરી લીધા

Text To Speech
  • ફોન કરીને સેન્ટ્રલ આઈબીનો એક લેટર પણ મોકલી આપ્યો
  • સમગ્ર દેશમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધ્યો
  • 7.85 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા

ગાંધીનગર શહેરના સેક્ટર 8 માં રહેતા નિવૃત્ત વૃદ્ધને સાયબર ગઠિયાઓએ એરફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના નામે ડિજિટલ એરેસ્ટ કરી 7.85 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી આચરી છે.

સમગ્ર દેશમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધ્યો

આ મામલે હાલ ગાંધીનગર સાયબર ક્રાઇમ રેન્જ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધ્યો છે અને કોઈ કેસમાં તમારું નામ ખુલ્યું છેને ધરપકડ વોરન્ટ ઈસ્યુ થયું છે તેમ કહીને બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના વૃદ્ધ ભગવતસિંગને નિશાન બનાવવામાં આવ્યા છે.

ફોન કરીને સેન્ટ્રલ આઈબીનો એક લેટર પણ મોકલી આપ્યો

તેમના વોટ્સએપ ઉપર એક મેસેજ આવ્યો હતો અને તેમાં હૈદરાબાદ પોલીસ સ્ટેશન લખેલું હતું ત્યારબાદ વોઇસ કોલ આવ્યો હતો પરંતુ તેમણે ઉપાડયો ન હતો જેથી વીડિયો કોલ આવ્યો હતો અને તેમાં સામે રહેનાર વ્યક્તિ દ્વારા પોતાની ઓળખ એરફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી હોવાનું કહ્યું હતું અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારમાં તેમનું ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હોવાનું કહ્યું હતું ત્યારબાદ ફરીથી ફોન કરીને સેન્ટ્રલ આઈબીનો એક લેટર પણ મોકલી આપ્યો હતો અને જેમાં 700 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

7.85 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા

બીજા દિવસે તેમને ફોન કરીને મની લોંડરિંગના કેસમાંથી બચવું હોય તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રૂપિયા જમા કરાવવા પડશે કેમ કહીને 7.85 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે ત્યારબાદ પણ આ ગઠિયાઓએ તેમને ફોન કરીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. હાલ તેમના ડ્રાઇવર ફિરોજ સોકતખાન પઠાણની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયુ, રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત્ 

Back to top button