ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ

Text To Speech

ગુજરાતની 15 મી વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ બજેટ સત્રમાં પ્રથમ દિવસે જ પેપર લીક અંગે તૈયાર થયેલું બિલ રજૂ થશે. ત્યારે આ પહેલા જ કોંગ્રેસ વિવિધ મુદ્દાઓને લઈને સરકારનો ઘેરી રહી છે. આજે વિધાનસભા બહાર વિરોધ કરતા જોવા મળ્યા હતા.

વિધાનસભા બહાર કોંગ્રેસનો -humdekhengenews

કોંગ્રેસે વિધાનસભા બહાર કર્યો વિરોધ

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સત્ર શુ થાય તે પહેલા જ કોગ્રેસે વિવધ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયત્નો કર્યો છે. અને વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, ગેની બેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. આ ધારાસભ્યોએ હાથમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યો હતો અને ધરણા પ્રદર્શન કર્યું હતું.

વિવધ મુદ્દાઓના બેનરો લખી કર્યો વિરોધ

વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, ગેની બેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ વિવધ મુદ્દાઓને સાથેના બેનરો લખી અને સત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ બેનરોમાં પેપરફૂટ્યું, ‘યુવાનોના સપના તુટ્યા’, ‘છટકબારીનો કાયદો લાવી કોને છાવરવા માંગો છો ?’ ‘ભરતી કૌભાંડના તાર કમલમ સુધી’ ‘ભાજપ એટલે ભરતીમાં ભ્રષ્ટાચાર’, વગેરે લખાણ લખ્યા હતા.

આ પણ વાંચો : શાળા સંચાલકોએ રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી, આ મામલે કોર્ટમાં જવાની ચીમકી

Back to top button