

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. 23 માર્ચના રોજ ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે.
મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષમાં કાર્યક્રમ યોજાશે
તદઅનુસાર, આ ગુરૂવાર તા.23મી માર્ચે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આ ‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરાવી છે.