ઉત્તર ગુજરાત

ગાંધીનગર : ફૂલ સ્પીડમાં જતી કાર પલટી, 2 ના મોત 1ની સ્થિતિ ગંભીર

Text To Speech

ગુજરાત રાજ્યમાં એકતરફ ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ચાલી રહ્યું છે અને પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ટ્રાફિક અને સ્પીડ બાબતે જનજાગૃતિ ના કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિક નિયમો અને ઓવર સ્પીડ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે ગાંધીનગરના રાયસણમાં એક મોટી દુર્ઘટના બની જેમાં કારમાં સવાર પાંચ પૈકી બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા ની માહિતી મળેલ છે.

આ પણ વાંચો : લગ્નની કંકોત્રી સાથે પોલીસ કપલે આપ્યો સમાજને ઉપયોગી મેસેજ, તમે વાંચી કે નહીં ?
raysan - Humdekhengenewsગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે એક સફેદ કલરની વરના કાર ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા રોડને અડીને લગાવેલા બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર રાયસણ ગામના પાંચ પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક બિલ્ડરનાં પુત્રનો પણ છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ જણાને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : માધવપુરા બેંકમાં હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનાર દેવેન્દ્ર પંડયા પકડાયો, હવે થશે મોટા ખુલાસા
raysan - Humdekhengenewsઆવો જ એક કિસ્સો થોડા સમય અગાઉ સૌરાષ્ટ્ર માં એક કારમાં સવાર વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને 130 ની સ્પીડ પર કાર ચલાવી રહ્યો હતો અને અચાનક એક વિજથાંભલા સાથે કાર અથડાતાં વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને કાર વચ્ચેથી ભાંગી ગઈ હતી.

Back to top button