ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર ઉમેદવારોનો હલ્લાબોલ; CCE ગ્રુપ A અને CCE ગ્રુપ B ની પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ

5 માર્ચ 2025 ગાંધીનગર; ગાંધીનગર ખાતે આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે આજે સવારે સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે જોડાઈને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પરીક્ષાની તારીખ અને પરિણામ જાહેર કરવાની ઉગ્ર માગણી કરી હતી.
50000 બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહેશે
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાંથી CCE A ગ્રુપનું પરિણામ જાહેર કરવાની જ્યારે CCE ગ્રુપ B ની પરીક્ષાની તારીખ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારો અહીં આવ્યા છે. એમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થી vacant ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે. જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી કાયમ માટે વંચિત રહી શકે છે.
રાજ્ય સરકારના પરિપત્રનો વિરોધ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ vacant ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે (ડિપ્લોમા, ડીગ્રી, ફાર્મસી, નર્સિંગ) આ બધા વિદ્યાર્થીઓ જેને vacant ક્વોટામાં પ્રવેશ મળ્યો છે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે. જેને કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા vacant ક્વોટામાં પ્રવેશ પણ આપી દીધી છે અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે, તો હવે આ વિદ્યાર્થીઓને જો ફ્રીશિપ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોય તો તે શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે? એટલે રાજ્ય સરકારનો આ જે અણઘડ નિર્ણય છે તે તાત્કાલીક પાછો ખેંચવો જોઈએ.
પરિપત્ર દિન 10માં પાછો ખેંચવામાં આવે
ધારાસભ્ય વસાવાએ માંગ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જો આ પરિપત્ર દિન 10 માં પાછો ખેંચવામાં નહીં આવે, તો અમારા દ્વારા આદિવાસી વિસ્તારોમાં જઈને આ તુઘલગી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું, વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતગાર કરી બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો પણ કરવામાં આવશે.