ગાંધીનગર : સરકારી વાણિજ્ય કોલેજ સેક્ટર 15માં “રક્તદાન શિબિર” યોજાઈ
1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ ભારતને ગૌરવશાળી G-20 ની આગેવાન પ્રાપ્ત થયેલ છે તેનો ધ્યેય મંત્ર “ વસુદેવ કુટુંબકમ” – એક પૃથ્વી – એક પરિવાર એક ભવિષ્ય છે. G-20 વૈશ્વિક સ્તરે વ્યાપાર, આરોગ્ય, પર્યાવરણ અને અન્ય મહત્વપૂર્ણ બાબતો માટે સંકલન કરવાના મૂળભૂત ઉદ્દેશથી કામ કરે છે ત્યારે તેના મૂળ મંત્રને સાકાર કરતી અને આરોગ્યના ક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ એવી ‘રક્તદાન શિબિરના આયોજન સાથે સરકારી વાણિજ્ય કોલેજ વર્ષ 2023 ની શુભ શરૂઆત કરી છે અને વર્ષભર G-20 ના ઉદ્દેશ્ય સાથે સંકલન પ્રવૃત્તિઓ શરૂ રાખવા સંકલ્પ કર્યો છે.
આ પણ વાંચો : પ્રજાની વધુ નજીક મુખ્યમંત્રી કાર્યાલય, હવે વોટ્સએપ મેસેજથી કરી શકશો સંપર્ક !
તારીખ 10-01-2023 ના રોજ રોડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી જિલુભા ધાંધલ, વાઇસ ચેરમેન શ્રી ગોવિંદભાઇ આહિર તથા તમામ હોદેદારોના સહયોગથી સરકારી વાણિજ્ય કોલેજ, સેક્ટર -૧૫ ગાંધીનગર ખાતે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરેલ તે માટે કોલેજના આચાર્ય શ્રી ડો. એ. એન. સુતરીયાના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મનસુખભાઈ રાઠોડ અને PTI ડો.બીપીન ખાંટે ખૂબ જહેમત ઉઠાવી હતી. રક્તદતાઓને પ્રોત્સાહિત કરવા ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, રોટરી ક્લબના પ્રમુખ શ્રી ડૉ.જગદીશ પટેલ, સેક્રેટરી ડો.પારસ ઉચાટ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારો તથા સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મંડળના સહકારથી અગાઉના આ જ કોલેજના વર્ષ 2022 ના 61 બોટલના રેકોર્ડને તોડીને આ વખતે કુલ ૬૭ બોટલ રક્તદાન એકત્રિત કરેલ.
આ પણ વાંચો : AMC માં વિપક્ષ નેતા બનવા ખેંચતાણ શરૂ
સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના પિતાશ્રી આસી.રજીસ્ટાર હસમુખભાઈએ પોતાના પુત્ર સાથે રક્તદાન કરી પોતાની સતત રક્તદાનની પરંપરા જાળવી રાખી હતી. સંસ્થાના રજીસ્ટર ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળે પોતાનો આ પ્રથમ સેવા યજ્ઞ સમાજને સમર્પિત કરી પ્રવૃત્તિઓના શ્રી ગણેશ કર્યા હતા.