ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગાંધીનગરઃ બજરંગદળના કાર્યકરોએ ખેલૈયાઓને તિલક લગાવવાનો પ્રયાસ કરતાં થયો હોબાળો

ગાંધીનગરઃ 5 ઓકટોબર, પવિત્ર પર્વ નવરાત્રિનો રંગેચંગે શુભારંભ થઈ ગયો છે અને શુક્રવારે (4 ઑક્ટોબર, 2024) માઈભક્તોએ બીજું નોરતું ઉજવવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સનાતન સંકૃતિની ગરિમા જળવાય તે હેતુથી હિંદુ સંગઠનો ગરબા આયોજનો પર ચાંપતી નજર રાખીને બેઠાં છે. ઉત્સવ પહેલાં જ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે, પવિત્ર ગરબામાં બિનહિંદુઓ ન આવે અને શક્ય બને તો તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવે. આ જ ઉપક્રમના ભાગરૂપે ગાંધીનગરમાં બજરંગ દળ કાર્યકર્તાઓ ગરબા આયોજનના સ્થળે તિલક લગાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું.

ગરબાપ્રેમીઓ મોંઘદાટ ભાવે પાસ ખરીદીને ગરબા રમવા જતા હોય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ક્રોસ રોડ નજીક શેરી અફેર્સ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક દિવસના પાસનો ભાવ રૂ.12000 છે, જ્યારે શુક્રવારે બ્લેકમાં રૂ. 20,000 સુધી ભાવ બોલાતો હતો. આટલા મોંઘાદાટ પાસ ખરીદીને ગરબે રમવા ગયેલા ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો હતો. નવરાત્રિના બીજા દિવસે સૌથી પ્રીમિયમ ગરબાના નામે રૂ.15,000થી લઈ 25,000 રૂપિયાના ભાવે વેચાયેલા ‘The Sheriaffair’ના ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)-બજરંગદળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. બજરંગદળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા. બજરંગ દળ કાર્યકર્તાઓએ પોલીસ અધિકારીઓ ઉપર બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવાના આરોપ લગાવ્યા છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે નાનકડું ઘર્ષણ થયું હતું અને મામલો શાંત પડી ગયો છે.

વાઇટ ઇશ્ક ઇવેન્ટ નામ હોવાનું VHP કાર્યકર્તાને મળી માહિતી

સરગાસણ ખાતે આવેલા ઠક્કર ફાર્મમાં એક જ દિવસ માટે ગરબાનું આયોજન કરાયુ હતુ. તમામને એન્ટ્રી આપવાનો મેસેજ મળતા બજરંગ દળ ગરબાના ગ્રાઉન્ડ પર પહોંચ્યુ હતુ. કાર્યકર્તાઓ ગરબામાં વીડિયો ઉતારતા હતા. તે દરમિયાન મારામારી થઈ હોવાની ઘટના બની છે. અમદાવાદના કલ્પેશ વકીલ નામના યુવકે VHP કાર્યકર્તાને ફોન કર્યો હતો.ફોન કરી વાઇટ ઇશ્ક ઇવેન્ટનું નામ આપ્યું હોવાનું જણાવ્યુ હતુ.

શુક્રવારે બીજા નોરતે સરગાસણ શેરી અફેર્સ ગરબા ખાતે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓનું 50થી 60 લોકોનું ટોળું તિલક કરવા માટે પહોંચ્યું હતું. તે દરમિયાન આ ટોળા દ્વારા ગરબામાં બળજબરીનો પ્રયત્ન કરવામાં આવતાં આયોજકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં પોલીસે અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો વધુ ગરમાતાં પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો…ગુજરાતમાં 27 સભ્યોના પરિવારે ઇતિહાસ રચ્યો: 40 વર્ષમાં 630 લીટર કર્યું રક્તદાન

Back to top button