ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે ‘B-20 ઇન્સેપ્શન’ની આજથી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને જી-20નું યજમાન પદ મળ્યું છે. આ G20ની સૌપ્રથમ B-20 ઈન્સેપ્શન મીટ ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે. B-20 ઈન્સેપ્શનના સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુ વિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રહ્યા ઉપસ્થિત
G-20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત ‘B-20 ઇન્સેપ્શન’ મિટિંગમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો એમ્ફી થિયેટર, મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે વિવિધ કલાકારો દ્વારા રજૂ કરાયેલા ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા, રાસ,પરંપરાગત આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.