- અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ધમધમાટ ચાલી રહ્યું છે
- ચ-0 સર્કલથી ચ-2 સર્કલ સુધીનો રોડ ચાલુ રહેશે
મેટ્રોની કામગીરીને લઈ ચ-0થી ચ-2 150 મીટર અંતરનો રોડ છ મહિના બંધ કરવામાં આવ્યો છે. જેમાં ચ-રોડનો ઉપયોગ જાહેર જનતાએ ટાળવો પડે તેવી સ્થિતી છે. તેમજ ચ-2 થી ચ-0 તરફ મુખ્ય રોડ પર જઈ શકાશે. તથા ચ-2 થી સે-1ના તળાવ થઈને જ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.
આ પણ વાંચો: સુરત: શિક્ષિકાને લગ્નની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર ગેંગ પકડાઈ
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
મેટ્રો રેલવે પ્રોજેક્ટના કારણે વધુ એક રોડ છ મહિના માટે બંધ થશે. ચ-0 સર્કલથી ચ-2 સુધીનો દોઢસો મીટર જેટલા અંતર સુધીનો રોડ છ મહિના સુધી બંધ રહેવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરત જોષી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી 2024માં આવી રહી છે. તે દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે તેવું સપનું ગાંધીનગરના નાગરિકોને દેખાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વિવાદિત કંપનીઓને બ્રિજની તપાસ પેનલમાં સમાવેશ કરાયો
ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ધમધમાટ ચાલી રહ્યું છે
ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ધમધમાટ ચાલી રહ્યું છે. જેને લઈને અત્યારસુધીમાં જુદાજુદા રોડ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલમાં વધુ એક રોડ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. ચ-2 થી ચ-0 સુધીનો દોઢસો મીટરનો રોડ છ મહિના માટે જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ચ-0 સર્કલથી ચ-2 સર્કલ સુધીનો રોડ ચાલુ રહેશે. પરંતુ ચ-2 સર્કલથી ચ-0 તરફ જતા રોડ પર સેક્ટર 2/1ના કટ પાસે મેટ્રોની કામગીરી ચાલુ હોવાથી અંદાજિત 150 મીટર જેટલો અંતર સુધીનો રોડ બંધ કરી સદર રૂટનો ટ્રાફિક ચ-0 થી ચ-2 તરફ આવતા મુખ્ય રોડ પર ડાઈવર્ઝન આપવામાં આવ્યો છે. જ્યારે ચ-2 થી ચ-0 તરફના મુખ્ય રોડ પર જઈ શકાશે.
આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારમાં રૂ.13.83 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનશે
ચ-2 થી સે-1ના તળાવ થઈને જ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો
વધુમાં જ્યાં ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે રોડને પહોળો કરવામાં આવશે. જેથી સામસામે ટ્રાફિક સરળતાથી ચાલી શકે તેવુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોષીએ જાહેરનામામાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચ-2 પાસે મેટ્રો સ્ટેશન બની રહ્યું હોવાથી ચ-2થી રોડ બંધ કરવામાં આવ્યો છે. ઘ રોડ પર જવા માટે ચ-2થી ઘ-2 ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. તો ચ-2 થી સે-1ના તળાવ થઈને જ રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.