ગુજરાત

ગાંધીનગર : મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરતાં આપ નેતાઓની અટકાયત

Text To Speech

દિલ્હીમાં જે રીતે રાજકીય નેતાની ધરપકડ થઈ અને ત્યાર બાદ કેન્દ્રની ભાજપ સરકાર અને દિલ્હીની આપ સરકાર એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે તેના પડઘા ગુજરાતમાં પહોંચ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની વિરોધ કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : સિસોદિયાની ધરપકડ પર લાલ થયા કેજરીવાલ, કહ્યું- CBIએ બોસની વાત માનવી પડી

આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હાથમાં પોસ્ટર્સ સાથે AAPના કાર્યકરોએ ગાંધીનગર વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ખોટી રીતે મનોષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. જેનો જવાબ સરકારે આપવો જોઇએ.

આ તરફ વિધાનસભામાં પણ મનીષ સિસોદિયાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં આપના ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ કહ્યું કે, ગઈકાલે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. 10 હજાર કરોડના દારૂના ગોટાળા અંગે ધરપકડ કરવામાં આવી છે. અમે પુછીયે છીએ કે તેમની પર જેટલી વાર રેડ કરી ત્યારે શું મળ્યું? દેશની એજન્સીઓનો દુરુપયોગ કરી AAPને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે ડરવાના નથી. અમે ગૃહમાં પણ મુદ્દો ઉઠાવીશું.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં ધરપકડ, 8 કલાકની પૂછપરછ બાદ CBIએ રવિવારે ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં એક અધિકારીનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ મામલામાં તેણે કહ્યું હતું કે, મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલાક નિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો : ‘CM કેજરીવાલ અડધું કમિશન લેતા હતા’, ભાજપે મનીષ સિસોદિયાની ધરપકડ પર નિશાન સાધ્યું

Back to top button