ગુજરાત

ગાંધીનગર : 17 પૂર્વ ધારાસભ્યોને બંગલા ખાલી કરવા નોટિસ અપાઈ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂરી થયે આજે 3 મહિના જેટલો સમય થવા આવ્યો પણ ધારાસભ્યોના પદ ગયા પણ ગાંધીનગરના બંગળનો મોહ છૂટતો નથી ત્યારે ગુજરાત સરકારના 17 પૂર્વ ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યની 8 આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય સ્તરે NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું, જાણો શું છે વિશેષતા
બંગલો - Humdekhengenewsપૂર્વ ધારાસભ્યોનાં ગાંધીનગરમાં બંગલાના મોહને કારણે નવી સરકાર બનવા છતાં હજુ સુધી સરકારી મકાન ખાલી કરી રહ્યા નથી જેના લીધે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને બીજે મકાન શોધવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એકવાર નેતા પદ મળ્યા બાદ તેનો મોહ જલ્દી છૂટતો નથી હોતો ત્યારે પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા હવે નોટિસ આપવી પડી છે.

આ પણ વાંચો : 135 લોકોના મોત થયા તો શું! જયસુખ પટેલે 100 પુણ્ય કર્યા છે

મકાન ખાલી ન કરવામાં બાબુ વાજા, સુમન ચૌહાણ, સુરેશ પટેલ, વિક્રમ માડમ, ચંદનજી ઠાકોર સહિત કુલ 17 ધરસભ્યો હજુ આ બંગલામાં અડિંગો જમાવી રાખ્યો છે. ત્યારે નવી સરકારના 4 મંત્રીઓ હાલ સર્કિટ હાઉસમાં રહી રહ્યા છે જેઓ ઉતરાણ બાદ નવા ઘરમાં રહેવા જાય તેવી સંભાવના છે.

Back to top button