ગાંધીનગર : રાજ્યના 10 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો


ગાંધીનગર, 3 ફેબ્રુઆરી : રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા મોટા પાયે બદલી-બઢતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજે રોજ એકાદ વિભાગમાં કે IAS અધિકારીને બદલી-બઢતી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ 10 IAS અધિકારીઓને વધારોનો ચાર્જ સોંપણી કરવામાં આવી છે.
કોને શું જવાબદારી મળી ?
જેમાં સામાન્ય વહીવટ વિભાગે સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ આગળના આદેશો સુધી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, રાજકોટના પદનો વધારાનો ચાર્જ સંભાળશે. જ્યારે સચિન કુમાર, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા પેટા પ્લાન, છોટાઉદેપુર આગામી આદેશો સુધી જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુરના પદનો વધારાનો હવાલો સંભાળશે.
અન્ય અધિકારીઓને શું હવાલા અપાયા ?
આ ઉપરાંત અતિરાગ ચપલોટ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા પેટા પ્લાન, વલસાડ આગામી આદેશો સુધી જિલ્લા વિકાસ અધિકારી, વલસાડના પદનો વધારાનો હવાલો સંભાળશે. યોગેશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ., સુરત આગામી આદેશો સુધી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, સુરતના પદનો વધારાનો હવાલો સંભાળશે.