ગુજરાત

ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ડીસામાં ગાંધીગીરી

Text To Speech

પાલનપુર, ડીસા ઉત્તર-દક્ષિણ સહિત ટ્રાફીક પોલીસ દ્વારા શાળાઓમાં ટ્રાફીક નિયમોનું પાલન અંતગર્ત માર્ગદર્શન કાર્યકમ યોજાયો હતો. ત્યારબાદ શહેર ટ્રાફિક પોલીસ, એનસીસી અને સ્કાઉટના વિદ્યાર્થીઓએ વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ગાંધીગીરી કરી હતી.

ncc

ડીસા ઉત્તર-દક્ષિણ પોલીસ દ્વારા આદર્શ હાઇસ્કુલ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ડીસા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માં ટ્રાફીક નિયમો અંતગર્ત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ જે. વાય. ચૌહાણ સહિત ઉત્તર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ પટણી સહિત ડીસા શહેર ટ્રાફીક પોલીસ દિલીપભાઈ પ્રજાપતિ ટીઆરબી જવાનો સાથે ઉત્તર-દક્ષિણ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઉપસ્થિત રહીને આદર્શ હાઇસ્કુલ ખાતે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં વિદ્યાર્થીઓને ટ્રાફીક નિયમોનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓએ ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.સાથે-સાથે શાળામાં અવર-જવર સમયે ટ્રાફીક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. જ્યારે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈને વાહનચાલકોમાં અવર્નસ આવે તેવી કામગીરી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી. જ્યારે આજે આદર્શ હાઇસ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એડવોકેટ આર. કે. ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફીક નિયમો અંતગર્ત જાગૃતિ લાવવા વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં સ્કાઉટ ગાઈડ અને એનસીસી વિદ્યાર્થીઓ અને શહેર ટ્રાફીક પોલીસ દ્વારા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી વાહનચાલકો ને ટ્રાફીક નિયમોનું પાલન કરવા ગાંધીગીરીના દર્શન કરાવ્યા હતા.

Back to top button