લગ્રની લાલચ આપી 16 વર્ષીય સગીરાને ભગાડી ગયેલો આરોપી કડીથી ઝડ્પાયો
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો આરોપી.
- સગીરાના પિતાએ પૂર્વ ગાંધીધામ પોલીસમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
- બાતમીના આધારે SOG ટીમે મેળવી સફળતાં.
ગાંધીધામ: કચ્છ જિલ્લાના ગાંધીધામના પૂર્વ પોલીસ મથકમાં સગીરાને અપહરણ કરી ભગાડી જવાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી અને ભોગબનનાર બંને કડીમાં આવી ભાડે મકાન રાખી રહેતા હોવાની બાતમી મહેસાણા એસઓજી ટીમને મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યા પર જઇ આરોપીને ઝડપીને સગીરાને મુક્ત કરાવી હતી. તેમજ વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યા હતા.
અંજાર ખાતે રહેતી 16 વર્ષીય સગીરા ને થોડા સમય અગાઉ કડીના જુના સરકારી દવાખાન પાસે આવેલ ઠાકોર વાસમાં રહેતો 23 વર્ષીય યુવક સગીરાને લાલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે મામલે સગીરાના પિતાએ પૂર્વ ગાંધીધામ પોલીસમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મામલે યુવક સગીરાને ભગાડી લાવ્યા બાદ કડીમા મકાન ભાડે રાખી રહેતો હોવાની બામતી મહેસાણા એસઓજી ના અ.હેડ કોન્સ્ટેબલ રાજસિંહ વિક્રમ સિંહ,આ.પો.કો મનીષ કુમાર દિતાભાઈ,આ.પો.કો જયદેવ સિંહ વજેસિંહ ને ખાનગી રાહે બામતી મળી હતી. સમગ્ર મામલે એસઓજી ટીમ બાતમી વાળી જગ્યા પર જઇને ભોગ બનનાર સગીરા અને આરોપી ગણેશ ભાઈ ઠાકોર ને ઝડપી લીધા હતા. તેમજ વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસામાં ગેરકાયદેસર મોબાઈલ ટાવરનો વિરોધ