ગાંધીધામ GST કમિશ્નર આનંદ કુમારનો વીડિયો થયો વાયરલ; આપી રહ્યાં છે ટેક્સ વિશે ખાસ જાણકારી
KUTCH : ગાંધીધામ GST કમિશ્નર આનંદ કુમાર પુલપાકા આગવી શૈલીમાં સ્પીચ આપવા માટે જાણિતા છે. અવાર-નવાર તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. તેવામાં એક વખત ફરીથી ગાંધીધામ જીએસટી કમિશ્નર આનંદ કુમારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ પોતાની આગવી શૈલીમાં ટેક્સ અને જીએસટી વિશેની તેમની સામે બેસેલા ઢગલાબંધ અધિકારીઓને માહિતી આપી રહ્યાં છે.
જીએસટી દિવસની કરાઈ ઉજવણી
દેશમાં જીએસટી લાગુ કર્યાને છ વર્ષ પુર્ણ થતા ‘જીએસટી દિવસ’ ની ઉજવણી ગાંધીધામના ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કચ્છ આયુક્ત દ્વારા કરાઈ હતી. જેમાં ઉપભોક્તાઓ, અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરીને સ્ટાફના છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
View this post on Instagram
આ દરમિયાન કમિશ્નર આનંદ કુમાર પુલપાકાએ અધિકારીઓ અને કર્મચારીઓનું સંબોધન કર્યું હતું. જીએસટી કમિશનર પી. આનંદકુમારે પ્રધાનમંત્રીના પ્રયાસોને વારંવાર યાદ કરીને સ્મૃતિવનનો ઉલ્લેખ કરીને આયુક્ત કચ્છ અને ગાંધીધામને કાંઈક આપવા માંગે છે તે માટે સ્થાનિક બોડીનો તેમને સહયોગ માંગ્યો હતો. તેઓ રામલીલા મેદાનમાં પાર્ક નિર્માણનો ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે.
પોતાની આગવી અદાથી સહુના આકર્ષણનું કેંદ્ર બની રહેલા કચ્છ કમિશનર પી. આનંદકુમારે ‘કેમ છો?’ ના ગુજરાતી શબ્દ પ્રયોગથી પોતાની સ્પીચ આરંભીને જીએસટી એટલે દેશ નિર્માણનું કાર્ય હોવાનું જણાવીને વેક્સિનના નિર્માણથી લઈને માળખાકીય વિકાસ, ગરીબોને નિઃશુલ્ક ભોજનમાં આજ (જીએસટી) આવકનો ઉપયોગ થતો હોવાનું જણાવ્યું હતું.
આનંદ કુમારે સતત વધતી કચ્છ આયુક્તની આવક પાછળ વિભાગના અધિકારીઓ, વધુ આઉટરીચ પ્રોગ્રામ અને ઉધોગોના સહયોગને જશ આપ્યો હતો. આ દરમિયાન તેમને કચ્છમાં જીએસટી આવક ત્રણ હજારને પાર પહોંચાડવાની વાત પણ કહી હતી.
આ પણ વાંચો : ગુજરાતના 15 સાહસિકો માનસિક આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવવા અમદાવાદથી લેહના પ્રવાસે