એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીવાદી ઇલા ભટ્ટનું નિધન, રાજ્યએ ગુમાવ્યું વધુ એક રત્ન

ઇલા ભટ્ટ ગુજરાત માટે સૌથી જાણીતું નામ છે. લાંબા સમયથી તેમની તબિયત સારી ન હોવાના કારણે તેઓ આરામ પર જ હતા અને તેમની સારવાર હેઠળ પણ હતા.તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા અનેે હવે ઇલા ભટ્ટ આપણી વચ્ચે રહ્યા નથી.

કોણ હતા ઇલા ભટ્ટ ?

વાત જો ઇલા ભટ્ટના કાર્યની કરવામાં આવે તો તેઓ સેવા (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન)નામની સંસ્થાની સ્થાપના કરી હતી. સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોશિયેશન (SEWA- સેવા) એટલે કે સ્વરોજગાર મહિલા સંઘ થી ઇલાબહેન દ્વારા દેશમાં એક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત થઇ જેનાથી લાખો મહિલાઓએ પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો : ગિરનાર પરિક્રમાઃ શું છે ગિરનાર લીલી પરિક્રમાનું મહત્વ, અને ક્યારથી થાય છે શરુ

તેમણે અન્યાય સામે લડવાની તાકાત જાણે વારસામાં જ મળી હતી. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા.અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં.

ઇલાબહેને ન માત્ર સ્વરોજગાર મહિલાઓને સંગઠિત કરી તેમનું યુનિયન બનાવ્યું પણ તેમના ઉત્થાન અને વિકાસ માટે 1974માં મહિલા સહકારી બેન્કની શરૂઆત કરી હતી. મહિલા સહકારી બેંક મહિલાઓને મદદગાર બને છે. તેમણે મહિલાઓએ તૈયાર કરેલ માલને વિદેશના બજાર સુઘી પહોંચાડવા માટેનુ કામ કર્યુ. તેથી જ ઇલાબેન ભારતના માઇક્રોફાયનાન્સ પ્રોગ્રામ ના જનની ગણાય છે.

ઇલાબહેન ભટ્ટને મળેલ એવોર્ડ:-

  • 1977 માં રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા.
  • 1984 માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો.
  • 1985 માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને 1986 માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
  • 2011 માં ઇન્દિરા ગાંધી શાંતિપુરા થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમને 2010 માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા

આ પણ વાંચો : આજે ગુજરાત વિદ્યાપીઠનો 102 મો સ્થાપના દિન : ગાંધીજીના લક્ષ્યો સાથે કાર્યરત છે વિદ્યાપીઠ

Back to top button