ગાંધી પરિવારે પહેલીવાર કોંગ્રેસને વોટ ન આપ્યો, શું છે કારણ?
- દિલ્હીમાં આજે છઠ્ઠા તબક્કામાં મતદાન
- કોંગ્રેસ – AAPનું દિલ્હીમાં ગઠબંધન
- સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હીમાં કર્યું મતદાન
દિલ્હી, 25 મે: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની સાત સંસદીય બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ વખતની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવાર માટે ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, આ સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર ગાંધી પરિવારે તેમની પાર્ટી એટલે કે કોંગ્રેસને વોટ આપ્યો નથી. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી દિલ્હીના મતદાતા છે અને નવી દિલ્હી લોકસભા બેઠક પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.
છેલ્લી કેટલીક સામાન્ય ચૂંટણીઓથી કોંગ્રેસ આ બેઠક પરથી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારી રહી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે મળીને એટલે કે કોંગ્રેસ, વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ ના સહયોગી દિલ્હીમાં સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીમાં આ પહેલી લોકસભા ચૂંટણી છે જેમાં AAP અને કોંગ્રેસે ભાજપ સામે સંયુક્ત ઉમેદવારો ઊભા રાખ્યા છે.
કોંગ્રેસ દિલ્હીની ત્રણ બેઠક પર લડી રહી છે ચૂંટણી
દિલ્હીની લોકસભાની સાત બેઠકો પરથી ચાર બેઠકો AAPને મળી છે. જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન હેઠળ બેઠકો વહેંચવામાં આવી છે. તે અંતર્ગત નવી દિલ્હી સીટ આમ આદમી પાર્ટી પાસે છે. આ સીટ પરથી આમ આદમી પાર્ટીએ સોમનાથ ભારતીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ગઠબંધનના કારણે કોંગ્રેસે નવી દિલ્હી લોકસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી. આવી સ્થિતિમાં આ વખતે ગાંધી પરિવારે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર સોમનાથ ભારતીને મત આપ્યો છે.
#WATCH | Congress leader Rahul Gandhi along with Robert Vadra and his children Raihan Rajiv Vadra and Miraya Vadra, wait outside a polling booth in Delhi where Priyanka Gandhi Vadra is casting her vote#LokSabhaElections2024 pic.twitter.com/buE0fQ9UqR
— ANI (@ANI) May 25, 2024
દિલ્હી લોકસભામાં ભાજપનો જલવો
દિલ્હીની લોકસભા બેઠકોના અગાઉના પરિણામની વાત કરીએ તો વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે દિલ્હીની તમામ સાત બેઠકો પર વિશાળ માર્જિનથી જીત મેળવી હતી અને તે સતત ત્રીજી વખત તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખે છે.
ભાજપે નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ દિલ્હીના એકમાત્ર વર્તમાન સાંસદ છે જેમને પાર્ટીએ ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત પાર્ટીએ દક્ષિણ દિલ્હીથી રામવીર સિંહ બિધુરી, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, પૂર્વ દિલ્હીથી હર્ષ દીપ મલ્હોત્રા, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયા, ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ અને પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવતને ઉમેદવાર બનાવ્યા છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા હિંસા: TMC કાર્યકર્તાની હત્યા, ભાજપ પર આક્ષેપ