ઉત્તર ગુજરાતગુજરાત

ગાંધીનગર : ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધાનું આયોજન, વિજેતાને મળશે મોટું ઈનામ

શારિરિક અને માનસિક રીતે યોગ ખુબ મહત્વનું છે. યોગથી અનેક ફાયદા થતા હોય છે. પરંતુ અનેક લોકો તેનાથી અજાણ હોયછે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગને ખૂબ મહત્વનું ગણાવે છે. અને તેમના સફળ પ્રયત્નોથી આજે દુનિયાભરમાં 21મી જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવેલ છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ ઉજવણી પહેલા જ ખાસ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગરમાં ખાસ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

ગાંધીનગરમાં 27મી ફેબ્રુઆરીએ યોગ સ્પર્ધા યોજાશે

ગુજરાત યોગ બોર્ડ દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગને પોતાના જીવનનો ભાગ બનાવે તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે યોગ દિવસ પહેલા જ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં ઝોન કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાઓ પૈકી પસંદગી પામેલ સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા 27મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે સચિવાલય જીમખાના, સેક્ટર-21માં યોજાશે.જેમાં વિજેતા સ્પર્ધકોને ઈનામ પણ આપવામાં આવશે.

પ્રથમ વખત આ પ્રકારની યોગ સ્પર્ધા યોજાશે

યોગનો વધારે પ્રચાર થાય તથા લોકોના સ્વસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય તે માટે યોગ અંગે જાગૃતિ લાવવા માટે બોર્ડ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે સૌ પ્રથમ વખત આ પ્રકારની યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ સ્પર્ધા -humdekhengenews

સ્પર્ધામાં વિજેતા ઉમેદવારો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

ગાંધીનગર ખાતે યોજાનાર યોગ સ્પર્ઘામાં ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા અને મહીસાગર જિલ્લાના યોગ સ્પર્ઘકો ભાગ લેશે. અને મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ આ યોગ સ્પર્ધામાં પસંદગી પામેલ દરેક મહાનગરપાલિકામાંથી 6 વિજેતા થયેલ 3 પુરુષ અને 3 મહિલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. અને આ 8 મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે. જેમાં દરેક મહાનગરપાલિકા દીઠ 6 સ્પર્ધકો મળી એમ કુલ 48 સ્પર્ધકો વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે. આ 48 સ્પર્ધકોમાંથી 6 સ્પર્ધકો (3 પુરુષ અને 3 મહિલા)ની પસંદગી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતા તરીકે કરવામા આવશે.

વિજેતાઓને આપાશે આ ઇનામ

આ સ્પર્ધામાં પસંદગી પામેલ પ્રથમ, દ્રિતીય અને તૃતીય મહિલા અને પુરુષ સ્પર્ધકોને રોકોડ ઇનામની સાથે મેડલ, સર્ટિફિકેટ અને સાલ ઓઢાડીને નવાજવામાં આવશે. અને જો રોકડ ઈનામની વાત કરીએ તો આ પ્રર્ધામાં પ્રથમ વિજેતાને રૂપિયા 21000, દ્રિતીય વિજેતાને રૂપિયા 15000 અને તૃતીય વિજેતાને રૂપિયા 11000નું ઈનામ આપવામાં આવશે.

આ પણ વાંચો : નોકરીનો સ્ટ્રેસ સહન ન થતાં AMCના અધિકારી થયા ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું સોરી….

Back to top button