ગણપતિ બાપ્પાને પ્રિય દૂર્વા બ્લડ શુગર રાખશે કન્ટ્રોલમાં!
- દૂર્વા ઘાસ માત્ર માંગલિક કાર્યોમાં ઉપયોગમાં લેવાતુ નથી, પરંતુ ઔષધિઓમાં પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, એસિટિક એસિડ અને એલ્કલોઇડ જેવા તમામ પોષક તત્વો હોય છે
પ્રકૃતિમાં મળી આવતી દરેક વસ્તુનુ વિશેષ મહત્ત્વ છે. ધરતી પર વિવિધ પ્રકારના વૃક્ષો અને ઘાસ મળી આવે છે. તેમાં કેટલીક વસ્તુઓ માણસો માટે તો કેટલીક અન્ય જીવો માટે વરદાન સાબિત થાય છે. જડી બુટ્ટીઓથી લઇને પૂજા-પાઠમાં પણ કેટલાક છોડ અને ઘાસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રકૃતિની એવી જ એક દેણ છે દૂર્વા ઘાસ. જેનો ઉપયોગ આપણે તમામ શુભ કાર્ય પૂજા-પાઠ, લગ્ન વિવાહ વગેરેમાં કરીએ છીએ. દૂર્વા ઘાસ ભગવાન ગણેશની પ્રિય વસ્તુઓમાં એક છે, પરંતુ શું તમે ભગવાન ગણેશને ચઢાવાતા ઘાસના ચમત્કારી ગુણો અંગે જાણો છો?
આરોગ્ય માટે વરદાન
દૂર્વા ઘાસ માત્ર માંગલિક કાર્યોમાં ઉપયોગમાં લેવાતુ નથી, પરંતુ ઔષધિઓમાં પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, એસિટિક એસિડ અને એલ્કલોઇડ જેવા તમામ પોષક તત્વો હોય છે. આ ઘાસમાં એટલા જ નહીં, પરંતુ એન્ટી માઇક્રોબિયલ, એન્ટી વાઇરલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણ પણ મળી આવે છે, જે આરોગ્ય માટે વરદાન છે. આયુર્વેદિક દવાઓમાં આ ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇમ્યૂનિટીને રાખે છે મજબૂત
ઇમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે દૂર્વાનો ખા રોલ છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઇરલ ગુણ વાઇરસ સામે લડવામાં આપણી મદદ કરે છે. દૂર્વાનો રસ પીને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. નિયમિત રીતે તેનું સેવન આપણને અનેક બિમારીઓથી બચાવે છે. સાથે લિવર અને પેટ સાથે જોડાયેલી અનેક બિમારીઓ દુર થાય છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
દૂર્વામાં મળી આવતો હાઇપોગ્લાઇસેમિક ઇન્ડેક્સ બ્લડ શુગરને કન્ટ્રોલમાં કરવાનું કામ કરે છે. તે ડાયાબિટીસ વધતા રોકે છે. એક્સપર્ટ્સ અનુસાર રોજ સવારે ખાલી પેટે દૂર્વા અને લીમડાને મિક્સ કરીને જ્યૂસ પીશો તો ડાયાબિટીસમાં રાહત મળશે.
એનીમિયામાં પણ મદદગાર
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર નિયમિત રીતે ઘાસના સેવનથી એનીમિયાથી છુટકારો મળશે. દૂર્વાનું ઘાસ શરીરમાં જઇને રેડ બ્લડ સેલ્સને વધારશે. રોજ તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન લેવલ વધશે. તે લોહીને સાફ કરવામાં મદદ કરે છે.
સ્કિન પ્રોબલેમ માટે રામબાણ
દૂર્વા ઘાસમાં એન્ટી ઇનેફ્લેમેટરી અને એન્ટીસેપ્ટિક ગુણ મળી આવે છે, તે સ્કિન પ્રોબ્લેમ્સને દૂર રાખે છે. તે ત્વચા પરથી ચક્તા, ખંજવાળ, એક્ઝિમાં અને સોરાયસિસ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન હો તો એક દૂર્વાના રસમાં ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો. ઇન્ફેક્શન વાળી જગ્યા પર લગાવો.
કબજિયાતની સમસ્યા થશે દૂર
દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો કબજિયાત પરેશાન કરતી જ હોય છે. તેના અનેક કારણો હોઇ શકે છે. તેનાથી બચવા માટે પૈસા પાણીની જેમ વહાવાના બદલે દૂર્વાનો ઉપયોગ કરી શકો છો. રોજ ખાલી પેટ તેનો રસ પીશો તો તમારા શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જશે.
આ પણ વાંચોઃ આ 3 રાશિના લોકો હોય છે ખૂબ લક્કીઃ ભગવાન ગણેશ કરે છે સહાય