ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નૈનીતાલમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જીપ ખીણમાં ખાબકતાં 7નાં મૃત્યુની આશંકા

Text To Speech
  • ઓખાલ કાંડા ગામ પાસે જીપ 500 મીટરની ખીણમાં ખાબકી
  • જીપ ખીણમાં ખાબકતાં સાતના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાંની આશંકા
  • ડ્રાઈવરે કાબુ ગુમાવતાં જીપ ઉંડી ખીણમાં ખાબકી

નૈનીતાલ : ઉત્તરખંડના નૈનીતાલમાં શુક્રવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. નૈનીતાલના ઓખાલ કાંડા ગામ પાસે એક જીપ 500 મીટરની ખીણમાં ખાબકી હતી, જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાંની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, જીપમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. જેથી ડ્રાઈવરે જીપ પરનો કાબુ ગુમાવ્યો અને જીપ ઉંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 7 લોકોના મૃત્યુ નીપજયાં છે.

 

અકસ્માતમાં કારમાં કેટલા લોકો સવાર હતા તે તપાસનો વિષય

હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે. આ અકસ્માતમાં કારમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. ઘટના સવારે 8.00 વાગ્યાની હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એક પીકઅપ વાહન 500 મીટર ઊંડી ખીણમાં પડી ગયું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બહાર કાઢવામાં આવેલા મૃતદેહોમાં ત્રણ મહિલાઓ, એક બાળક અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. ગ્રામજનોએ જણાવ્યું કે, અહીંનો રસ્તો ખરાબ છે જેના કારણે વાહન કાબૂ બહાર ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું.

આ પણ જુઓ :ઉત્તરાખંડ : નૈનીતાલમાં 32 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મૃત્યુ

 

Back to top button