અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 4 કિ.મી લાંબો ટ્રાફિક જામ સર્જાયો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર અહીં અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજે સવારે લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ ટ્રેલર અને આઈશર ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 3 લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા.
અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત
પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર સાથે આઈસરની ટક્કર થઈ હતી. આ અકસમાતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ આ અકસ્માતમાં આઈસરની આગળના કેબિનના ભાગનો બુકડો બોલી ગતો હતો. જેમાંથી ખેંચીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આઈસર-ટ્રેલરનો અકસ્માત, 3નાં મોત, 4 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો#vadodara #Gujarat #GujratiNews #HumDekhengeNews #ExpressHighway pic.twitter.com/i4diH5yeoF
— Hum Dekhenge News (@humdekhengenews) February 10, 2023
4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે આ અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ તરફ ચાર કિમી સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલના લગ્ન, VIP મહેમાનોની હાજરીમાં લીધા સાત ફેરા