કુનોમાં માદા ચિત્તા ગામીનીએ 6 બચ્ચાઓને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વીડિયો
- કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે ચિત્તાના બચ્ચાનો વીડિયો શેર કરીને આ વાતની પુષ્ટિ કરી
મધ્યપ્રદેશ, 18 માર્ચ: તાજેતરમાં જ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ગામીનીએ 5 નહીં પરંતુ 6 બચ્ચાને જન્મ આપ્યો છે. 10 માર્ચે બચ્ચાની સંખ્યા 5 હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આજે સોમવારે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે ચિત્તાના બચ્ચાનો વીડિયો શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, નવજાત બચ્ચાની સંખ્યા 6 છે. આ ઉપરાંત 6 બચ્ચાઓને જન્મ આપીને ગામીનીના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે. માદા ચિત્તા ગામિનીને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી હતી.
Gamini’s legacy leaps forward!
There is no end to joy: It is not five, but six cubs!
A week after the news of five cubs born to Gamini, it is now confirmed that Gamini, the South African cheetah mother, has given birth to six cubs, a record of sorts for a first-time mother.… pic.twitter.com/03ocLegBu0
— Bhupender Yadav (मोदी का परिवार) (@byadavbjp) March 18, 2024
ખૂબ ખુશ છું, આ પાંચ નહીં, પરંતુ છ બચ્ચા છે: કેન્દ્રીય વનમંત્રી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરતા કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે લખ્યું કે, “ખૂબ ખુશ છું, આ પાંચ નહીં, પરંતુ છ બચ્ચા છે!” ગામીનીએ પાંચ બચ્ચાને જન્મ આપ્યાના સમાચાર વહેતા થયાના એક અઠવાડિયા પછી, હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે, દક્ષિણ આફ્રિકાની માદા ચિત્તા ગામિનીએ છ બચ્ચાને જન્મ આપ્યો છે, જે પ્રથમ વખત માતા બનનારી મહિલા માટે રેકોર્ડ છે.” પ્રથમ વખત માતા બનેલી ગામિની 6 બચ્ચાને જન્મ આપનારી પ્રથમ માદા ચિતા બની છે. માહિતી અનુસાર, અત્યાર સુધી મહત્તમ સંખ્યા માત્ર 5 હતી.
ભારતમાં ચિત્તાઓને સ્થાયી કરવા પ્રોજેક્ટ ચિત્તા શરૂ કરાયો
ભારતમાં ચિત્તાઓને સ્થાયી કરવા માટે પ્રોજેક્ટ ચિત્તા શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 2 તબક્કામાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. જેમાં કુલ 7 દીપડાના મૃત્યુ થયા છે. જ્યારે કુનોમાં જન્મેલા 13 બચ્ચા મૃત્યુ પામ્યા છે. કુનોમાં દીપડાઓની કુલ સંખ્યા હવે 27 પર પહોંચી ગઈ છે. ગામીનીના બચ્ચાને જન્મ આપતા પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં માદા ચિત્તા આશાએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો.
View this post on Instagram
આ પણ જુઓ: સ્પેસમાં વાદળો પર બેસીને ભોજન કરવાની તક, પરંતુ ખર્ચ કરવા પડશે કરોડો