માત્ર 4 સેકન્ડમાં જ ખેલ ખતમઃ પાલનપુરના કોમ્પલેક્ષમાં મસ્તી કરતી વેળા બે મિત્રો ત્રીજા માળેથી પટકાયા; એકનું મોત, અન્ય ઘાયલ


પાલનપુરઃ ગઈકાલે રેલિંગ પર બેઠેલા બે યુવાનો મસ્તી કરી રહ્યા હતા ત્યારે અચાનક નીચે પટકાતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. જુઓ વીડિયોમાં સમગ્ર ઘટના…
માત્ર 4 સેકન્ડની મસ્તી-મસ્તીમાં જ ખેલ ખતમ…!#palanpur #fun #deaths #Accident #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/DTeKMAvL20
— Hum Dekhenge News (@humdekhengenews) July 19, 2022
પાલનપુર હાઈવે ઉપર આવેલા ખાનગી કોમ્પલેક્ષમાં બે યુવાનો મસ્તી કરી રહ્યા હતા. ત્યારે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક મિત્ર બીજા મિત્ર સાથે રેલિંગ પર બેઠો હતો. ત્યારે મિત્ર રેલિંગ બેઠેલા મિત્રને ભેટવા જાય છે ત્યારે અચાનક જ તે નીચે પટકાય છે. આ સાથે જ માત્ર 4 સેકન્ડમાં ખેલ ખતમ થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પહોંચી જાય છે અને તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. તેમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોય છે અને અન્ય યુવકને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
