IPL-2023ટ્રેન્ડિંગસ્પોર્ટસ

લો સ્કોરિંગ મેચમાં ગંભીર, વિરાટ અને નવીનનો હાઈવોલ્ટેજ ડ્રામા, IPLએ કરી મોટી કાર્યવાહી

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં RCBનો 18 રને વિજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર મેચ પૂરી થયા બાદ સામસામે આવી ગયા હતા. જે બાદ IPL એ બંને પર મેચ ફીના 100 ટકા દંડ ફટકાર્યો છે. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર સિવાય IPLની સંચાલક મંડળે ફાસ્ટ બોલર નવીન ઉલ હકને પણ સજા ફટકારી છે. તેના પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પર IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ 2 ની કલમ 2.21નો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કોરોના એપડેટ : છેલ્લા 24 કલાકમાં 3,325 નવા કેસ નોંધાયા, જાણો એક્ટિવ કેસ

આ બે સિવાય લખનૌના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક પર આઈપીએલ આચાર સંહિતાના લેવલ 1ની કલમ 2.21ના ભંગનો આરોપ છે. જ્યારે વિરાટ કોહલી અને નવીન ઉલ હકે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કાયલ માયર્સ પર દંડના સમાચાર પણ છે પરંતુ આ ખોટું છે. IPLએ તેની પ્રેસ રિલીઝમાં આનો ઉલ્લેખ કર્યો નથી. એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ 126/9નો સ્કોર કર્યો હતો. આરસીબીએ 62ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી ટીમે સતત વિકેટ ગુમાવી. જોકે, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 41 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જવાબમાં લખનૌએ પાવરપ્લે બાદ 4 વિકેટના નુકસાને 34 રન બનાવ્યા હતા. આરસીબીના બોલરોના શાનદાર પ્રદર્શનની સામે લખનૌના બેટ્સમેનોએ નિરાશ કર્યા અને ટીમ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહીં.

Back to top button