વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાહનોમાં આગ, 3 ના મોત


રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે વડોદરા શહેરના પાદરા જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. જેમાં આભોર ચોકડી નજીક સ્ટર્લિંગ કંપની પાસે ટ્રક અને ટેન્કર સામ-સામે અથડાતા વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા: પાદરા-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાહનોમાં આગ, 3 ના મોત#accident #truckaccident #accidentnews #vadodara #vadodaranews #ViralVideos #viralreels #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/0xb1RsblIG
— Hum Dekhenge News (@humdekhengenews) June 4, 2023
વડોદરામાં ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર આભોર ચોકડી નજીક સ્ટર્લિંગ કંપની પાસે ટ્રક અને ટેન્કર સામ-સામે અથડાયા હતા જે બાદ બંન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં બંન્ને વાહનો ભળકે બળ્યા હતા. તેમજ આગની આ ઘટનામાં બંન્ને વાહનોના ચાલક અને ક્લિનર સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો : તપાસમાં ખબર પડી ગઈ ઓડિશામાં કેવી રીતે થયો ભયાનક ટ્રેન અકસ્માત? અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી