ટ્રેન્ડિંગધર્મ

ગુરુ-ચંદ્રની યુતિથી બનશે ગજકેસરી યોગ, આ રાશિઓ થશે માલામાલ

Text To Speech
  • ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થશે. જ્યોતિષ વિદ્યા અનુસાર ગજકેસરી યોગ અત્યંત શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં ચંદ્રમા અને ગુરુની યુતિથી કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ થશે.

ગ્રહોની ચાલ પરિવર્તનથી અનેક શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. વર્તમાનમાં ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે. 18 જાન્યુારી દરમિયાન ચંદ્રમા મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેના લીધે ગુરુ અને ચંદ્રમાની યુતિ બનશે. ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થશે. જ્યોતિષ વિદ્યા અનુસાર ગજકેસરી યોગ અત્યંત શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં ચંદ્રમા અને ગુરુની યુતિથી કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ થશે. તો જાણીએ ગજકેસરી યોગના નિર્માણથી કઈ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે.

ગુરુ-ચંદ્રની યુતિથી બનશે ગજકેસરી યોગઃ આ રાશિઓ થશે માલામાલ hum dekhenge news

ધન રાશિ

ગુરુ અને ચંદ્રમાની યુતિથી બનેલો ગજકેસરી યોગ ધન રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. તમારી આવકમાં વધારો થવાના યોગ છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. જુના ઈન્વેસ્ટમેન્ટથી સારું રિટર્ન મળશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધો મધુર બનશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે ગુરુ-ચંદ્રમાની યુતિથી બનતો ગજકેસરી યોગ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધનલાભ થવાની શક્યતાઓ છે, પરંતુ તમારે ખર્ચા પર નજર રાખવી પડશે. પરિવારમાં સુખ સમૃદ્ધિનો માહોલ રહેશે. વૈવાહિક જીવનમાં આવી રહેલી અડચણો દૂર થશે.

મિથુન રાશિ

ચંદ્રમા અને ગુરુની યુતિથી બની રહેલો ગજકેસરી યોગ મિથુન રાશિ માટે શુભ સાબિત થઈ શકે છે. તમારી ફાઈનાન્શિયલ સિચ્યુએશન પહેલા કરતા સારી થશે. કરિયરમાં વાદ-વિવાદમાં ન પડતા. આરોગ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ નવા કામની શરૂઆત કરવાની શુભ રહેશે.

આ પણ વાંચોઃ તમાલપત્ર છે સ્વાદ સાથે હેલ્થનો પણ ખજાનો

Back to top button