નવા વર્ષમાં બની રહ્યો છે ‘ગજકેસરી યોગ’: કઇ રાશિઓને થશે લાભ?
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ બૃહસ્પતિને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. ગુરૂ ગ્રહ સુખ સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જે જાતકની કુંડળીમાં સારા યોગનું નિર્માણ કરે છે. તે જાતકના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી થતી નથી. ગુરૂ તમને ખુશહાલ જીવન આપે છે. વર્ષ 2023માં ગુરૂ ગોચર કરવા જઇ રહ્યો છે. 22 એપ્રિલ 2023ના રોજ ગુરૂ મીન રાશિથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે.
ગુરૂનું આ રાશિ પરિવર્તન ગજલક્ષ્મી યોગનું નિર્માણ કરશે. આ યોગ જીવનમાં ધન દોલત લાવે છે. ગુરુ ગ્રહનો આ યોગ કેટલાક જાતકોના જીવનમાં ખુશહાલી લાવશે. આવો જાણીએ ગજલક્ષ્મી યોગથી કઇ રાશિઓની કિસ્મત ચમકશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે આ યોગ અત્યંત ફળદાયી હશે. કેમકે ગુરૂ રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં જ પ્રવેશશે. આ જાતકોને જબરજસ્ત સફળતા મળવાની શક્યતાઓ છે. નોકરી કરનારા લોકોને ઉંચુ પદ મળશે અને આવકમાં વૃદ્ધિ થશે. જુના કામ પણ પુરા થાય તેવી શક્યતાઓ છે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે, તેને પણ ધનલાભ થશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદ સમાપ્ત થશે.
મિથુન
ગુરૂનું ગોચર મિથુન રાશિના લોકોને ખુબ લાભ કરાવશે. ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે. જુના રોકાણોથી પણ લાભ થશે. જોખમ ભરેલા કાર્યોમાં પણ રસ વધશે. નોકરીમાં પ્રમોશનના યોગ વધશે. જે વ્યક્તિઓ લાઇફ પાર્ટનર શોધી રહ્યા છે તેમની ઇચ્છા પુરી થશે. બિઝનેસ કરતા લોકોને ખુબ ફાયદો થશે.
ધન
ગુરૂનુ ગોચર ધન રાશિના જાતકોને અચાનક ધનલાભ કરાવશે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે, તેને સફળતા મળશે. નોકરી કરનારા લોકો માટે સારો સમય છે. સિંગલ જાતકોના લગ્ન થઇ શકે છે. ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા લોકો માટે વિદેશ યોગ છે. પતિ-પત્નિ વચ્ચે પ્રેમ વધી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બિમારી ખતમ થશે.
આ પણ વાંચોઃ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : સેવા દિનની ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ