ટ્રેન્ડિંગધર્મ

હોળી બાદ બનશે ગજલક્ષ્મી યોગઃ ત્રણ રાશિઓ પાસે ખેંચાઇ આવશે ધન

Text To Speech

રંગોનો તહેવાર હોળી હવે નજીકમાં જ છે. સનાતન ધર્મમાં હોળી એક મોટો તહેવાર માનવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે હોળી 7 માર્ચે પ્રગટાવાશે અને 8 માર્ચે ધુળેટી રમાશે. હોળી બાદ ગ્રહોની ચાલ એક શુભ રાજયોગનું નિર્માણ કરશે. આ રાજયોગ બનતા જ ત્રણ રાશિના લોકોને અપાર ધનની પ્રાપ્તિ થશે.

આ વર્ષે ગુરુ ફક્ત એક જ વાર પોતાની ચાલ બદલશે. 22 એપ્રિલના રોષ ગુરૂ મેષ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં ચંદ્રમા પહેલેથી જ હાજર છે. મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રમા એકસાથે આવવાથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ તશે. જ્યોતિષિઓનું કહેવુ છે કે ગજલક્ષ્મી રાજયોગ ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ રાજયોગ કેટલાક જાતકોની આર્થિક સ્થિતિને મજબુત કરી શકે છે. જે લોકો લાંબા સમયથી રુપિયા-પૈસાની તંગીને સહન કરી રહ્યા હશે, તેની સમસ્યા હલ થઇ શકે છે.

હોળી બાદ બનશે ગજલક્ષ્મી યોગઃ ત્રણ રાશિઓ પાસે ખેંચાઇ આવશે ધન hum dekhenge news

મેષ રાશિ

ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ તમારી રાશિના લગ્ન ભાવમાં થવા જઇ રહ્યુ છે. આ રાજયોગ મેષ રાશિના જાતકોને આર્થિક મોરચે મજબુતાઇ આપશે. તેમને ધન મળશે. આર્થિક ક્ષેત્રમાં ખુબ તરક્કી થશે. તેઓ ઉન્નતિ કરશે. આ ઉપરાંત નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટની સંભાવના છે. ઘરમાં ખુશીઓનો માહોલ હશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારા લાંબા સમયથી રોકાયેલા કામ પુરા થશે.

હોળી બાદ બનશે ગજલક્ષ્મી યોગઃ ત્રણ રાશિઓ પાસે ખેંચાઇ આવશે ધન hum dekhenge news

મિથુન રાશિ

ધનલક્ષ્મી રાજયોગથી લાભ મેળવનાર બીજી રાશિ મિથુન રાશિ છે. આ શુભ રાજયોગના કારણે મિથુન રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. ગુરૂ દેવ તમારા ભાગ્યોદયમાં વધારો કરશે. નોકરિયાત લોકો સારુ પ્રદર્શન કરી શકશે. વેપારી વર્ગને અપાર ધન લાભ થશે. સફળતા તમારા કદમ ચુમશે. ફસાયેલા કામ સરળતાથી પુરા થશે. અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ પણ મળી શકે છે. આર્થિક યોજનાઓથી લાંબા સમય સુધી લાભ મળશે.

હોળી બાદ બનશે ગજલક્ષ્મી યોગઃ ત્રણ રાશિઓ પાસે ખેંચાઇ આવશે ધન hum dekhenge news

ધન રાશિ

મેષ રાષિમાં બની રહેલા ગજલક્ષ્મી રાજયોગથી ધન રાશિના જાતકોને લાભ મળશે. નોકરી કે વેપારમાં ધન રાશિના લોકો દરેક પ્રકારે લાભ મેળવશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. તમારી આવકના સ્ત્રોત વધશે. કરિયરમાં ફાયદો થશે. ક્યાંકથી સારી નોકરીની ઓફર મળશે. લગ્નના યોગ છે. દાંપત્યજીવન પણ અનુકુળ રહેશે.

આ પણ વાંચોઃ વ્રજમાં થઇ ગઇ હોળીની શરૂઆતઃ હવે 15 દિવસ થશે સેલિબ્રેશન

Back to top button