2024માં ગજલક્ષ્મી રાજયોગઃ આ રાશિઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા
- 25 ડિસેમ્બરે ધન, વૈભવ, ઐશ્વર્ય અને ભૌતિક સુખ-સંપતિનો કારક ગણાતો શુક્ર તુલામાં પ્રવેશ કરશે
- વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બર 2023ના રોજ ગુરુ મેષ રાશિમાં માર્ગી થશે
- 2024માં 1 મેના રોજ ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરશે, 19 મે 2023ના રોજ શુક્ર વૃષભ રાશિમાં આવશે
વર્ષ 2023ના અંતમાં સુર્ય, મંગળ, બુધ અને શુક્ર સહિત પાંચ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, જેનો પ્રભાવ મેષથી લઈને મીન રાશિ સુધી જોવા મળશે. આ પાંચ ગ્રહોની ચાલ બદલાવાથી બુધાદિત્ય યોગ, આદિત્ય મંગલ યોગ, નવમ પંચમ યોગ, ગુરુ પુષ્ય યોગ, ગજકેસરી યોગ સહિત કેટલાક શુભ યોગનું નિર્માણ થશે. આ કારણે આવનારું વર્ષ 2024 કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે. 25 ડિસેમ્બરે ધન, વૈભવ, ઐશ્વર્ય અને ભૌતિક સુખ-સંપતિનો કારક ગણાતો શુક્ર પોતાની રાશિમાંથી નીકળીને તુલામાં પ્રવેશ કરશે. વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બર 2023ના રોજ ગુરુ મેષ રાશિમાં માર્ગી થશે. ત્યારબાદ વર્ષ 2024માં 1 મેના રોજ ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરશે અને 19 મે 2023ના રોજ શુક્ર વૃષભ રાશિમાં આવશે. શુક્ર અને ગુરુની આ યુતિથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. તેના કારણે આવનારુ વર્ષ 2024 કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે.
મેષ રાશિ
ગજલક્ષ્મી રાજયોગના નિર્માણથી નવા વર્ષમાં મેષ રાશિના લોકોના સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. આરોગ્યમાં સુધારો થશે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે. સફળતાની સીડીઓ ચઢશો. વિવાદથી દુર રહેજો. ભુમિ કે વાહનની ખરીદી શક્ય છે. પારિવારિત જીવનમાં ખુશીનો માહોલ રહેશે.
સિંહ રાશિ
નવા વર્ષમાં શુક્ર અને ગુરુની યુતિથી સિંહ રાશિના જાતકોને અચાનક ધન લાભ થશે. આવકના નવા સાધનોથી ધન-સંપતિમાં વૃદ્ધિ થશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારજનોનો સહયોગ મળશે. નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ સમય છે. નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે.
તુલા રાશિ
શુક્ર-ગુરુની યુતિથી વર્ષ 2024માં તુલા રાશિના જાતકોના જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. પારિવારિક જીવનમાં આવી રહેલી તકલીફો દુર થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન શક્ય બનશે.
ધન રાશિ
ગજલક્ષ્મી રાજયોગના નિર્માણથી ધન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. ધનની આવક વધશે. વેપારમાં ધન લાભના નવા અવસર મળશે. આર્થિક સ્થિતિ સુઘરશે. આરોગ્ય સારુ રહેશે. તમામ કાર્યો કોઈ વિધ્ન કે બાધા વગર સફળતા પુર્વક કમ્પ્લીટ થશે.
આ પણ વાંચોઃ લગ્ન બાદ હનીમુન પર જવાનું પ્લાન કરી રહ્યા હોય તો ફોલો કરો આ ટિપ્સ