ટ્રેન્ડિંગધર્મ

અક્ષય તૃતિયા પર ગજકેસરી યોગ, સોના-ચાંદીના સ્થાને ખરીદો આ વસ્તુ

Text To Speech
  • દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતિયા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે 10 મે, 2024ના રોજ સવારે 4.17 વાગ્યાથી અક્ષય તૃતિયાનો પ્રારંભ થઈ રહ્યો છે. 11 મે, રાતે 2.50 સુધી આ તિથિ રહેશે

અક્ષય તૃતિયા 10મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સોના, ચાંદી, આભૂષણોની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતિયા પર સંધ્યાકાળથી લઈને નિશાકાળ સુધી ગોલ્ડની ખરીદી કરી શકાય છે. આ દિવસે ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર, નવી નોકરી કે નવા કામની શરૂઆત પણ કરી શકો છો. દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતિયા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે 10 મે, 2024ના રોજ સવારે 4.17 વાગ્યાથી અક્ષય તૃતિયાનો પ્રારંભ થઈ રહ્યો છે. 11 મે, રાતે 2.50 સુધી આ તિથિ રહેશે. આ વખતે સોના-ચાંદીની ખરીદી આ મુહૂર્તમાં થઈ શકશે. અક્ષય તૃતિયાનું પર્વ 10મેના રોજ ઉજવાશે.

ગજકેસરી યોગમાં ઘરે લાવો આ વસ્તુઓ

આ વખતે અક્ષય તૃતિયા પર ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગમાં કરવામાં આવતા કાર્યો સફળતા અપાવે છે. આ દિવસે સુકર્મા યોગ પણ બની રહ્યો છે, તે ધન-ઐશ્વર્ય વઘારનાર છે. અક્ષય તૃતિયા પર આ યોગનું નિર્માણ 12 વાગ્યા પછી થશે. જો તમે સોનુ-ચાંદી ખરીદવાનું સામર્થ્ય ધરાવતા નથી કો તમે આ યોગમાં અનાજ ભરેલો કળશ ઘરે લાવી શકો છો. આમ કરવાથી ઘરમાં ધન ભરેલું રહે છે.

અક્ષય તૃતિયાનું શું છે મહત્ત્વ

આ દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ દિવસે ગંગા મૈયાનું ધરતી પર અવતરણ થયું હતું. સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગના પ્રારંભની ગણના આ દિવસે શરૂ થઈ હતી. આ દિવસે બદ્રીનાથ મંદિરના પટ ખુલે છે. વૃંદાવનમાં બાંકે બિહારીના ચરણોના દર્શન અખાત્રીજે વર્ષમાં એક જ વાર થાય છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય અને ચંદ્રમાં પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે.

અક્ષય તૃતિયા પર ગજકેસરી યોગ, સોના-ચાંદીના સ્થાને ખરીદો આ વસ્તુ hum dekhenge news

માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આ રીતે કરો પૂજા

અક્ષય તૃતીયા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પીળા ફૂલ ચઢાવો અને દેવી લક્ષ્મીને સફેદ અને ગુલાબી રંગના ફૂલ અર્પણ કરો. ત્યારબાદ ઘીના 9 દીવા પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો.

આ પણ વાંચોઃ અક્ષય તૃતિયા પર બની રહ્યા છે અનેક શુભ યોગ, નોંઘી લો ખરીદીના મુહૂર્ત

Back to top button