ટ્રેન્ડિંગધર્મ

ગજકેસરી રાજયોગથી આ રાશિઓનું બદલાશે ભાગ્ય, દિવાળી પહેલા જ થશે લાભ

  • દિવાળી પહેલા ગજકેસરી યોગનું નિર્માણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો કે ગજકેસરી રાજયોગથી કઈ રાશિના લોકોનું ભાગ્ય અચાનક બદલાશે

HD ન્યુઝ ડેસ્કઃ આ વખતે દિવાળી દરેક લોકો માટે ખાસ રહેવાની છે, કારણ કે દિવાળી પહેલા અનેક શુભ યોગો બની રહ્યા છે. ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનને કારણે આ યોગ બની રહ્યા છે. બધા ગ્રહો ચોક્કસ સમયે તેમની રાશિ બદલતા હોય છે. જ્યારે ગ્રહો પોતાની રાશિ બદલે છે ત્યારે શુભ અને અશુભ રાજયોગ રચાય છે.

ચંદ્ર દેવ તે ગ્રહ છે, જે સૌથી ઓછા સમયમાં પોતાની રાશિ બદલી નાખે છે. ચંદ્ર ભગવાન માત્ર અઢી દિવસમાં પોતાની રાશિ બદલે છે. જ્યારે પણ ચંદ્ર ભગવાન કોઈ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ત્યાં કોઈ ગ્રહ સાથે યુતિ થાય છે. આવી સ્થિતિમાં શુભ અને અશુભ યોગ બને છે.

દિવાળી પહેલા એટલે કે 19 ઓક્ટોબરે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી ગુરૂ સાથે યુતિ કરશે. ગુરુનો સાથ મળવાથી ગજકેસરી રાજયોગ રચાશે. દિવાળી પહેલા ગજકેસરી યોગનું નિર્માણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેટલીક રાશિઓ માટે ગજકેસરી યોગની અસર ખૂબ જ શુભ રહેવાની છે. જાણો કે ગજકેસરી રાજયોગથી કઈ રાશિના લોકોનું ભાગ્ય અચાનક બદલાશે.

માત્ર બે રાશિઓને જ લાભ મળશે

ગજકેસરી રાજયોગથી આ રાશિઓની બદલાશે કિસ્મત, દિવાળી પહેલા જ થશે લાભ hum dekhenge news

મકર (ખ,જ)

મકર રાશિવાળા લોકો માટે ચંદ્ર અને ગુરુના સંયોગથી બનેલો યોગ ઘણો લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન મકર રાશિના લોકોના લાંબા સમયથી અટકેલાં કામ પૂર્ણ થશે. તેનાથી જીવનમાં ખુશીઓ આવી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને સારી નોકરી મળી શકે છે. સીનિયરનો સાથ મળશે. જેના કારણે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકશો. ગજકેસરી યોગ વેપારીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. વેપારમાં બમણો ફાયદો થઈ શકે છે. વેપાર માટે તમારે વિદેશ યાત્રા કરવી પડી શકે છે.

કન્યા (પ,ઠ,ણ)

વૈદિક જ્યોતિષ અનુસાર કન્યા રાશિના લોકો માટે ગજકેસરી રાજયોગની અસર ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. ગજકેસરી યોગ વિવાહિત જીવનમાં સુખ લાવી શકે છે, કારણ કે કન્યા રાશિના લોકોની કુંડળીમાં નવમા ભાવમાં ગુરુ અને ચંદ્રનો સંયોગ થવાનો છે. આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. વેપારમાં ઘણો ફાયદો જોવા મળી શકે છે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થઈ શકે છે. તમારાં માતા-પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમને તમારા કરિયરમાં આગળ વધવાની તક પણ મળી શકે છે.

આ પણ વાંચોઃ દિવાળી બાદ ચાર રાશિ પર વરસશે પૈસા, શનિની સીધી ચાલ કરશે કમાલ

Back to top button