અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

‘ગાડી મેરે બાપ કી હૈ સડક નહીં!’ RASH ડ્રાઈવિંગ કરતા નબીરાને અમદાવાદ પોલીસે પકડાવ્યું અનોખુ પોસ્ટર

Text To Speech

જાહેરમાં રસ્તા પર વાહનો સાથે સ્ટંટ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા હોય છે. અમુક લુખ્ખા તત્વો પોતાના જીવલેણ સ્ટંટને કારણે ઘણા નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઉભુ કરે છે. તેમાં પણ અમદાવાદનો સિંધુભવન રોડ તો જાણે સ્ટંટ કરતા નબીરાઓ માટે જ બનાવ્યો હોય તેમ વારંવાર અહીં અસામાજિક તત્વો છાસવારે આવી હરકતો કરે છે. અમદાવાદ પોલીસ માટે પણ આવા તત્વો માથાના દુખાવા સમાન બન્યા છે. પોલીસે ભુતકાળમાં પણ આવા વિડીયોને આધારે કાર્યવાહી પણ કરી છે. પરંતુ તેમ છતા શહેરમાં RASH ડ્રાઈવિંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આવી જ ઘટના ફરી અમદાવાદના સિંધુભવન રોડ પર સામે આવી છે.

અમદાવાદ પોલીસ બેફામ ડ્રાઈવિંગ કરતા નબીરાઓ સામે આકરાપાણીએ

અમદાવાદના રસ્તાઓ પર હંગામો મચાવનારાઓ સામે ગુજરાત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આટલું જ નહીં, પોલીસે સ્ટંટ કરનારાઓ આરોપીને પકડીને તેમને સિટ-અપ કરાવ્યા અને ગળામાં અને હાથમાં પ્લેકાર્ડ લટકાવેલો ફોટો પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જેથી અન્ય લોકો આવી જોખમી પ્રકારના સ્ટંટ જાહેરમાં ન કરે.

કોણ છે આ RASH ડ્રાઈવિંગ કરવાવાળો પોસ્ટરબોય?

મળતી માહિતી મુજબ અમદાવાદ પોલીસે સિંધુભવન રોડ પર બેફામ વાહન ચલાવતા લોકો સામે આ વખતે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બેદરકારી અને ખતરનાક ઓવર સ્પિડથી ડ્રાઇવિંગ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે તેને જાહેરમાં રોડ પર જ સિટ-અપ(ઉઠક બેઠક) કરાવી હતી. આ વ્યક્તિની ઓળખ જુહાપુરાના રહેવાસી જુનૈદ મિર્ઝા તરીકે થઈ છે, જેની સિંધુભવન રોડ પર બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે.

‘ગાડી મેરે બાપ કી હૈ સડક નહીં!’

પોલીસે તે વ્યક્તિને પકડીને તે જગ્યાએ લઈ ગઈ જ્યાં તેણે તેના મિત્રો સાથે રસ્તા પર જોખમા ડાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આ સાથે તેના હાથમાં પોલીસે એક બોર્ડ પકડાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેનો એક ફોટો પાડ્યો હતો. જેના પર પોલીસે લખ્યું કે,‘गाड़ी मेरे बाप की है पर सड़क नहीं!’ આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો પોલીસની પ્રસંશા કરી રહ્યા છે.

અમદાવાદના સિંધુભવન રોડ પર RASH ડ્રાઈવિંગ કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ પણ આવા આવારા તત્વો સામે અવારનવાર એક્શન લેતી જોવા મળી છે. નીચે આપેલ ઘટના પણ તેનું જ ઉદાહરણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લોકોની જીવનશૈલી બદલાઇ, મોંઘા ઘરની ખરીદી વધી

Back to top button