ટ્રેન્ડિંગમનોરંજન

‘ગદર 2’એ KGFને પછાડી બનાવ્યો રેકોર્ડઃ આજે 450 કરોડ પાર થશે કમાણી!

  • આ ફિલ્મે માત્ર 8 દિવસમાં 300 કરોડનો મોટો આંકડો પાર કરી લીધો હતો
  • ‘ડ્રીમ ગર્લ 2’ ‘ગદર 2’ માટે કેટલીક મુશ્કેલીઓ લાવી હતી
  • નેટ ઈન્ડિયા કલેક્શન 16 દિવસમાં 438 કરોડ રૂપિયાથી વધુ થઈ

‘ગદર 2’ સતત થિયેટર્સમાં મોટી કમાણી કરી રહી છે. સની દેઓલનો તારા સિંહ અવતાર એક વાર ફરી એકવાર થિયેટર્સમાં લોકોને મનોરંજન આપી રહ્યો છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 8 દિવસમાં 300 કરોડનો મોટો આંકડો પાર કરી લીધો હતો અને 12 દિવસમાં તેની કમાણી 400 કરોડને પાર થઇ ચુકી છે.

હિન્દી ફિલ્મોના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા પછી પણ સની દેઓલની ફિલ્મ હજુ પણ ધીમી પડવાના મૂડમાં નથી. આ શુક્રવારે, આયુષ્માન ખુરાનાની નવી રિલીઝ ‘ડ્રીમ ગર્લ 2’ ‘ગદર 2’ માટે કેટલીક મુશ્કેલીઓ લાવી હતી અને શુક્રવારનો દિવસ સૌથી ઓછા કલેક્શનનો દિવસ રહ્યો, પરંતુ શનિવારે ફરી એકવાર લોકોએ આ ફિલ્મ પર ભારે પ્રેમ વરસાવ્યો હતો. હવે 16 દિવસની કમાણી સાથે ‘ગદર 2’ એ વધુ એક મોટો રેકોર્ડ પાર કર્યો છે.

'ગદર 2'એ KGFને પછાડી બનાવ્યો રેકોર્ડઃ આજે 450 કરોડ પાર થશે કમાણી! Hum dekhenge news

શનિવારે ‘ગદર 2’ ની કમાણી

શુક્રવારે 7 કરોડ જેટલી કમાણી કરી હતી, જોકે તેણે શનિવારે મોટો જમ્પ માર્યો છે. . ફિલ્મના કલેક્શનમાં લગભગ 70%નો ઉછાળો આવ્યો છે. ટ્રેડ રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર કે ‘ગદર 2’ એ 16માં દિવસે બોક્સ ઓફિસ પર 12 થી 13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ સનીની ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન 16 દિવસમાં 438 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આ બમ્પર કલેક્શન સાથે ફિલ્મે ફરી એક વખત એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

સૌથી મોટી હિન્દી ફિલ્મ

‘ગદર 2’ 300 કરોડનો આંકડો પાર કરતાની સાથે જ સૌથી મોટી હિન્દી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ હતી, પરંતુ હવે ફિલ્મ આ લિસ્ટમાં ટોપ પોઝિશનની ખૂબ નજીક પહોંચી ગઈ છે. સૌથી મોટી હિન્દી ફિલ્મોની યાદીમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’ રૂ. 524 કરોડના કલેક્શન સાથે ટોપ પર છે. આ પછી એસએસ રાજામૌલીની પ્રભાસ સ્ટારર ‘બાહુબલી 2’ આવે છે, જેનું હિન્દી વર્ઝન લગભગ રૂ. 511 કરોડનું કલેક્શન કરી ચુક્યુ છે.

હવે ‘ગદર 2’ ત્રીજા નંબર પર આવી છે. અત્યાર સુધી રોકિંગ સ્ટાર યશની બોક્સ ઓફિસ ‘મોન્સ્ટર’ KGF 2 (હિન્દી) 434 કરોડની કમાણી સાથે આ યાદીમાં ત્રીજા નંબરે હતી. હવે સની દેઓલની ફિલ્મે તેને પાછળ છોડી દીધી છે. ‘ગદર 2’ હવે અત્યાર સુધીના રેકોર્ડમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે.

રવિવારે વધુ એક રેકોર્ડ થશે

‘ગદર 2’, જેણે 400 કરોડથી વધુની કમાણી કરી છે, તે પહેલાથી જ ‘પઠાણ’ પછી બોલિવૂડની બીજી સૌથી મોટી ફિલ્મ છે. હવે તે માત્ર હિન્દી ફિલ્મોની યાદીમાં પણ ટોપ 3માં આવી ગઈ છે. પરંતુ જે રીતે તેની કમાણી ચાલુ છે, તે ‘બાહુબલી 2’ને આરામથી પડકાર આપી શકે છે.

શનિવારે બોક્સ ઓફિસ પર છલાંગ લગાવ્યા બાદ રવિવારે પણ ‘ગદર 2’ની કમાણી થોડી વધી શકે છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર 17 દિવસમાં 450 કરોડ રૂપિયાની કમાણી કરશે. સિનેમાઘરોમાં આગામી મોટી રિલીઝ શાહરૂખ ખાનની ‘જવાન’ હશે, જે 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. તેના આગમન પહેલા, ‘ગદર 2’ પાસે તેની કમાણી માટે હજુ 10 દિવસ છે.

આ પણ વાંચોઃ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક પણ ટીકાકાર શોધ્યો નહી જડેઃ હર્ષ સંઘવી

Back to top button