જમ્મુ-કાશ્મીરમાં G-20 બેઠકથી પાકિસ્તાનને લાગ્યા મરચા, બિલાવલ ભુટ્ટોએ કહ્યુ આવું….
કાશ્મીરમાં યોજાનારી જી-20 બેઠકને કારણે પાકિસ્તાન બેચેન છે અને તેથી જ તેમના નેતાઓ ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યા છે. હવે આ જ કડીમાં પાડોશી દેશના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે કહ્યું કે ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને ‘કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા’માં સફળ નહીં થાય. હકીકતમાં, શ્રીનગરમાં ભારત 22-24 મે દરમિયાન ત્રીજી G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પહેલી બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણમાં અને બીજી એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં થઈ હતી.
પાકિસ્તાને કાશ્મીરમાં G20ના આયોજનની કરી ટીકા
ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં G20ની વર્ષભરની અધ્યક્ષતા ગ્રહણ કરી હતી અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં નવી દિલ્હીમાં નેતાઓની શિખર સંમ્મેલનની યજમાની કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને કાશ્મીરમાં G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજવાના નવી દિલ્હીના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી છે, તેને ભારતની “સ્વાર્થી ચાલ” ગણાવી છે.
પાકિસ્તાનના જાણીતા સમાચાર પત્ર ‘ડોન’એ લખ્યુ આવુ
પાકિસ્તાનના જાણીતા સમાચાર પત્ર ડોનના અહેવાલ મુજબ, પોતાની ત્રણ દિવસીય મુલાકાત માટે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK)માં ઉતર્યા બાદ મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલે કહ્યું કે, “ભારત યુએનના ઠરાવોનું ઉલ્લંઘન કરીને વિશ્વમાં એક મહત્વપુર્ણ ભુમિકા નિભાવવી સંભવ નથી
બિલાવલ POKમાં વિરોધ પ્રદર્શનની રેલીમાં શામેલ થશે
‘એવા સમયે ભારત કાશ્મીરમાં કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે, જ્યારે મને POKમાં એસેમ્બલીને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.’ બિલાવલે કહ્યું કે તે કાશ્મીરી લોકો સાથે એકજુટતા વ્યક્ત કરવા બાગ જિલ્લામાં એક વિરોધ પ્રદર્શનની રેલીમાં શામેલ થશે. પણ તેમાં હાજરી આપશે. તેમણે કહ્યું, ‘હું માનું છું કે જ્યારે કોઈ દેશ ભારત જેવું પગલું ભરે છે ત્યારે તેનો અસલી ચહેરો દુનિયાની સામે આવે છે.’ શ્રીનગરમાં થઈ રહેલી આ બેઠકને લઈને મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ બેઠકથી જમ્મુ-કાશ્મીરના પર્યટન ક્ષેત્રને મોટા પ્રમાણમાં ફાયદો થશે.
આ પણ વાંચો: શ્રીનગર ખાતે આજથી ત્રિદિવસીય G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક, ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું