G-20 : આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે
G-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ અમદાવાદ સહિત ગુજરાતના વિવધ સ્થળે આગામી 9 મહિનામાં 15 જેટલી વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકો યોજાશે. જેની શરુઆત ગાંધીનગરમાં બી-20 (બિઝનેસ 20) ઇન્સેપ્શન બેઠક સાથે થઈ ગઈ છે જેમાં દેશ વિદેશના 600થી વધુ ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદ ઉપરાંત સુરત, કેવડિયા અને ધોરડો સહિતના સ્થળે યોજાશે બેઠક
આ અંગે ગુજરાત સરકારના આર્થિક બાબતો અંગેના મુખ્ય સચિવ મોના ખંધારે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે અમદાવાદ, સુરત, કેવડિયા અને ધોરડો સહિતના સ્થળે અન્ય 14 બેઠકો આગામી દિવસોમાં રાજ્યમાં યોજાશે. કચ્છના ધોરડોમાં 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાશે. એ પછી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં અર્બન-20 ઇન્સેપ્શન બેઠક યોજાશે.
માર્ચથી લઈને સપ્ટેમ્બર સુધી યોજાશે આ બેઠકો
B-20 અંતર્ગત બીજી બેઠક સુરતમાં 13 અને 14 માર્ચના રોજ થશે. એ પછી એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક તથા એનર્જી વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગાંધીનગરમાં મળશે. આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ અર્બન-20 સમિટ મળશે. બાદમાં કેવડિયામાં 19 જૂનથી 21 જૂન દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક મળશે. બાકીની 6 બેઠક ગાંધીનગરમાં યોજાશે, જેમાં ફાયનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝની ત્રીજી બેઠક (21થી 23 જૂન), ફાયનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની ત્રીજી બેઠક (24 અને 25 જુલાઇ), હેલ્થ વર્કિંગ ગ્રુપ બેઠક (2-3 ઓગસ્ટ), મિનિસ્ટેરિયલ હેલ્થ વર્કિંગ ગ્રુપ (4 ઓગસ્ટ), વુમન એમ્પાવરમેન્ટ અંગેની મિનિસ્ટેરિયલ બેઠક (9-10 ઓગસ્ટ) તથા ઇન્ટરનેશનલ ફાયનાન્સ આર્કીટેક્ચર વર્કિંગ ગ્રુપની ચોથી બેઠક (29 અને 30 સપ્ટેમ્બર) સામેલ છે.
આ પણ વાંચો : રામચરિતમાનસ વિવાદ: સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR,શું મોર્ય તેમના નિવેદન પર રેહશે કાયમ કે કરશે પીછેહઠ?